________________
સુધારને ઉપાય :
૧૭ શ્રી પદ્મરાજાએ કહ્યું કે તમે શ્રી શુભ પરિણામ મહારાજા પાસે જાઓ અને આપણું રાજકુમાર નંદિવર્ધન માટે એમના ગુણવતી પુત્રી શ્રી શાંતિકુમારીનું માંગુ કરે.
જેવી આપશ્રીની આજ્ઞા” એમ જણાવી મતિધન મહામંત્રી શ્રી શુભ પરિણામ રાજા પાસે જવાના માટે તૈયાર થયાં ત્યાં શ્રી “જિનમત” જણાવ્યું.
હે રાજન ! આવા પરિશ્રમથી શું લાભ? માત્ર કલેશ ઉત્પન્ન થશે. આપના જેવા મનુષ્ય શ્રી શુભ પરિણામ મહારાજા પાસે જઈ શકે એવી કઈ શક્યતા જ નથી. તે મહારાજા પાસે નહિ જવાના કારણે જે જાણવા હોય તો તમને હું જણાવું. તમે ધ્યાન પૂર્વક સાંભળે.
હે પૃથ્વીશ! નગર, રાજા, રાણી, પુત્ર, પુત્રી પરિવાર વિગેરે પદાર્થો બે જાતના હોય છે. તેમાં એક બાહ્ય પદાર્થો ગણાય છે. બીજાને અત્યંતર પરિવાર ગણાય છે.
આ બેમાં બાહ્ય પદાર્થો અને પરિવારમાં આપ જેવાની આશા, ગમન, આગમન, વિગેરે કાર્યો થઈ શકે છે. પણ અત્યંતર પરિવારમાં તમારી સત્તા, આજ્ઞા કે બીજી કઈ ક્રિયા ચાલી શકતી નથી.
ચિત્તસૌંદર્ય” નગર શ્રી “શુભ પરિણામ” અનિષ્પકંપતા મહારાણી, “ક્ષાંતિકુમારી પુત્રી વિગેરે અત્યંતર– અંતરંગ પ્રદેશના વ્યક્તિઓ છે. ત્યાં તમે કે તમારા મંત્રીશ્વર પણ જવા માટે સમર્થ નથી.