________________
ઉપમિતિ કથા સારિદ્વાર પરાજા- હે જિનમતજ્ઞ ! ત્યાં જવા માટે કેણ સમર્થ છે ?
જિનમતજ્ઞ– અંતરંગ પ્રદેશને જે રાજા હોય તે જઈ શકે.
પદ્મરાજા– અંતરંગ પ્રદેશને વળી બીજે કઈ રાજા છે?
જિનમતજ્ઞ– અંતરંગ પ્રદેશના શ્રી કર્મપરિણામ નામના રાજા છે. વિશ્વના તમામ કાર્ય કરવામાં એ ઘણાં સમર્થ અને દક્ષ છે.
એ જ કર્મ પરિણામ રાજાએ ક્ષાંતિકુમારીના પિતા શ્રી શુભ પરિણામ રાજાને ચિત્તસૌંદર્ય નગરનું રાજ્ય સેપ્યું છે. તેથી કરીને શ્રી શુભ પરિણામ તાજા ૫ણ શ્રી કર્મ પરિણામ મહારાજાના હાથ નિચેના એક ખંડિયા રાજા જેવું છે.
પદ્મરાજા– હું શ્રી કર્મ પરિણામ મહારાજાને ક્ષાંતિકુમારીની માગણી કરવા પ્રાર્થના કરી શકું કે નહિ?
જિનમત હે ભૂપાલ! તમારાથી એ બની શકે નહિ તમારી પ્રાર્થને પહોંચે નહિ અને સ્પર્શે પણ નહિ, શ્રી કર્મ પરિણામ અત્યંત સ્વતંત્ર છે. બીજાની પ્રાર્થના, વિનંતિ, આગ્રહ આદિને જરાય ગણકારતે નથી પિતાના ધાર્યા પ્રમાણે જ કરનાર છે. તદ્દન સ્વતંત્ર વિચાર ધરાવનાર છે.
પરતુ હે નરનાથ ! શ્રી કર્મ પરિણામ મહારાજા પણ દરેક કાર્યમાં કાલપરિણતિ મહારાણી વિગેરે પિતાના કુટુંબીજનેને ભેળ કરી સલાહ લે છે. સૌને એક વિચાર થાય એ રીતે કાર્ય કરે છે.