________________
ઉપમિતિ કથા સારોદ્ધાર સુખી હોય છે. એને કોઈ જાતની ભૌતિક આકાંક્ષા રહેતી નથી. વિષયેની વાસના સતાવતી નથી. કૈધની આગ, માનને પર્વત, માયાની જાળ કે લેભને સાગર “ક્ષાંતિ” યુક્ત મનુષ્યને અંતરાયભૂત થતાં નથી.
હે રાજન ! આવા ગુણ-શીલ ધરાવનારી શ્રી ક્ષાંતિ કુમારીના લગ્ન તમારા પુત્ર નંદિવર્ધન કુમાર સાથે થાય તે જ તે પિતાના પાપમિત્ર વૈશ્વાનરના સંસર્ગને ત્યાગ કરવા શક્તિશાળી બને. એ સિવાય બીજો કોઈ અન્ય ઉપાય નથી.
જાંગુલી વિદ્યાના પ્રભાવથી સ દૂર ભાગે તેમ શાંતિકુમારીને વિશિષ્ટ પ્રભાવથી વૈશ્વાનર આપ મેળે જ નંદિવર્ધન કુમારને ત્યાગ કરીને ચાલ્યા જશે. શાંતિ કુમારી અને નંદિવર્ધનના લગ્ન પછી તમારે જરા પણ ચિંતા કરવાની રહેશે નહિ.
ક્ષેતિકુમારી અને વૈશ્વાનરના ગુણે પરસ્પર વિરોધી છે. પ્રકાશ હોય ત્યાં અંધકાર સંભવી શકે નહિ તેમ ક્ષાંતિ કુમારી હોય ત્યાં વૈશ્વાનર પણ હાજરી આપી શકે નહિ શાંતિકુમારીની પ્રાપ્તિ માટે વિચારણું :
હે ગૃહતસંકેતા! મારા પિતાએ વૈશ્વાનરની મિત્રતા દૂર કરવાને ઉપાય બરાબર સાંભળે, પછી “મતિધન” નામના મહામંત્રીને કહ્યું, મંત્રીરાજ ! સાંભળ્યું ને ?
“જી, મહારાજ” એમ મતિધને જણાવ્યું.