________________
૧૪૩
=
=
=
નંદિવર્ધન લાભદાયી ગણાય. નિષ્ફળ થતી શિખામણ પણ ન આપવી જોઈએ.
કલાચાય—હે રાજન ! વેદકે જે જણાવ્યું તે બરાબર છે. કુમારના હિત માટે અમે સદા ઉધમશીલ છીએ.અવસરે
ધ આપવા પણ અમે ઘટતું કરીએ છીએ. પરંતુ અનર્થ થશે એમ માનીને જ અમે સૌ કુમારને કાંઈ પણ કહી શકતા નથી. | હે રાજન ! આવી પરિસ્થિતિમાં કુમારને કુસંસર્ગથી છેડાવ એ આપણે બધાં માટે શક્ય નથી. એમ મારૂં માનવું છે.
પદ્મરાજા–ત્યારે હવે શું ઉપાય લે ?
કળાચાર્ય–અમારી પણ એજ મુંઝવણ છે. ઉપાય શે જાતે નથી. અમારી જાણમાં દેખાતું નથી.
વિદુર-હે દેવ ! મેં એમ સાંભળ્યું છે કે ભૂતભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળના પદાર્થોના ભાવેને જાણનારા
શ્રી જિનમત” નામના અતિ સુપ્રસિદ્ધ “નિમિત્ત આજ કાલમાં આપણા નગરમાં આવેલાં છે. એ સિદ્ધપુત્ર ગણાય છે.
ત્રણે કાળના જ્ઞાતા એ શ્રી જિનમતજ્ઞ આ ઉપાય જરૂર જાણતા હશે. તે આપણે એમને બોલાવીએ અને આ સંબંધમાં પૂછીએ.
હર્ષિત બનેલા પદ્મરાજા કહે છે, હે વિદુર ! તું જા અને એ નિમિત્તજ્ઞને વિનયપૂર્વક બોલાવી લાવ.
વિદુર-“જેવી આપશ્રીની આજ્ઞા”