________________
ઉપમિતિ કથા સારોદ્ધાર આવી સત્યવાણી સાંભળી પિતાજીની છાતીમાં જાણે વજ ન ભૂકાયું હોય, તેમ અત્યંત પીડિત થઈ ગયા, વિજળીના ઝટકાની જેમ હૃદયમાં દાહક આંચકો લાગે.
મહારાજાએ “વેદક” નામના પિતાના અંગત વ્યક્તિને બેલા અને જણાવ્યું. વેદક ! તું જલદી નંદિવર્ધનને અહીં બોલાવી લાવ. જેથી દુમિત્ર વૈવાનરની મિત્રતા કરતાં એને રકું.
નમસ્કાર કરી વેદકે જણાવ્યું “આપની આજ્ઞા મારે પ્રમાણભૂત છે” કુમાર સંબંધી આપ મારી વાત પણ સાંભળે. મને તે આપનાં કરતાં જુદુ જણાય છે અને એ નિશ્ચિતરૂપે જણાય છે.
પદ્મરાજા– તારે જે કહેવું હોય તે ખૂશીથી કહે.
વેદક– આ વાનર જે કુમારને મિત્ર છે તે અત્યંતર પરિવારને અંતરંગ મિત્ર છે. ઈંદ્ર મહારાજા પણ એ મિત્રથી નંદિવર્ધનને વિખૂટ પાડી શકે તેમ નથી. ઇંદ્રની પણ શક્તિ બહારનું એ કાર્ય છે.
જે આપણે નંદિવર્ધન કુમારને છોડાવવાનો પ્રયત્ન કરીશું અને એ સંબંધમાં કુમારને કાંઈ પણ જણાવશું તે કુમાર આત્મઘાત કરવા વિગેરેને ભય બતાવશે અને આપણે માટે ના ઉપદ્રવ ઊભે થશે.
માટે હે દેવ ! આ વિષયમાં કુમારને કાંઈ પણ કહેવું ઉત્તમ જણાતું નથી. જે હિતશિક્ષા આપવાથી લાભ ન થાય અને અનર્થકારી હાનિ થાય એવી હિતશિક્ષાથી દૂર રહેવું