________________
પ્રસ્તાવના
૧૫
અજન લગાવી નિપુણ્યકની ઘણી આનાકાની છે, ન આંજવા દેવા માથું ધુણાવે છે, છતાં મલજબરીથી તેની આંખમાં અંજન આંજી દીધું.
અજનની અદ્દભુતતાઃ
ગુણકારી અંજન આંજવાના પ્રતાપે જડભરત જેવા મની ગએલા નિપુણ્યકને સચેતનતા પ્રાપ્ત થાય છે. જડતા ઘટવા લાગે છે. બીડાયેલાં નેત્રા નિળ અને વિકસ્વર અને છે. હૃદયમાં સાધારણ આનંદની ઝાંખી થતી જણાય છે. શીતળતા અને નિર્મળતા ઘણી થઇ જાય છે.
છતાં પણ મૂર્ચ્છના સંસ્કારા હુન્નુ ગાઢ છે, એથી પોતાના ઠીકરામાં રહેલા તુચ્છ અન્નના રક્ષણની ભાવનાને તિલાંજલિ આપી શકતા નથી નિપુણ્યકની કદન્નની આસક્તિ હળવી બની નથી.
“વિમલાલેાક” અંજનના પ્રભાવથી નિપુણ્યક કંઈક સ્વસ્થ અન્યા છે, એવું જાણીને શ્રી ધર્માંધકર મધુરાવેણુથી આવે છે.
""
હે ભદ્રે ! “તું આ સ્વાદીષ્ટ પાણી જરા પીલે. આ પવિત્ર જળ પીવાથી તારા રાગ હળવા થશે તને સ્વસ્થતા, અળ અને સ્ક્રૂતિ પ્રાપ્ત થશે.”
જલપાનની અસર ઃ
શ્રી ધમ બાધકરનાં હિતસ્ત્રી અને મધુરાં વચને છતાં નિપુણ્યક ભીખારી વિચારે છે કે આ તી જળ પીવાથી કાણ જાણે શું લાભ થશે ? કોઈ નવી ખલા તેા ઊભી નહિ થાય