________________
૭૨
ઉપમિતિ કથા સારદ્વાર રાજપુરૂષે પકડી શુળી ઉપર ચડાવવા વધ્યધામ ઉપર લઈ જાય છે અને આ બધે ફેલાહલ સંભળાય છે.
આ સંભળી શ્રોતાઓ સંસારીજીવ ચરને જોવા માટે બારી બારણા અગાસી વિગેરે સ્થળે જઈ જેવા લાગે છે અને કરૂણા દૃષ્ટિથી ચારે તરફ જુવે છે. સંસારીજીવની દશા :
ચારના આખા શરીર ઉપર રડી-ભભૂતિ લગાવવામાં આવી છે. ગેરૂના હાથથી શરીર ઉપર છાપા મારવામાં આવેલા છે. શરીર ઉપર જ્યાં ત્યાં કાળી સાહીના ટીલા ટપકાં કરવામાં આવ્યાં છે.
કંઠમાં કાળાં કણેરની કાળી માળા પહેરાવવામાં આવી છે છાતી ઉપર માટીના કડીયાને હારડે લટકતે રાખવામાં આવ્યું છે જુનું અને કેટલાય કાણાંવાળું છાબડું છત્ર તરીકે એના માથે ધરવામાં આવ્યું છે. ડોકમાં મોટો મણીયે પાણે બાંધવામાં આવ્યું છે.
વળી લ બકર્ણ ગધેડા ઉપર એની સવારી કાઢવામાં આવી છે. ચારે બાજુ ફર અને બિહામણા રાજપુરૂષ વિંટળાઈને ઉભા રહેલાં છે. નગરવાસીઓ એના કુકર્મોની નિંદા કરી રહેલાં છે. છોકરાએ હુરે-હુરે બેલાવી તાડીયે પાડી ચેરને ચીડવી રહ્યાં છે.
મૃત્યુના ભયથી શરીર થર થર ધ્રુજી રહ્યું છે. નયને બચવાની ઈચ્છા માટે જ્યાં ત્યાં દયામણી નજરે જોઈ રહ્યા.
૧ વધ્યધામ-ફાંસી, શૂળી, વિગેરે દ્વારા જે સ્થાને મારી નાખવામાં આવે તે સ્થાન.