________________
--
-
ઉપમિતિ કથા સારદ્વાર, આનંદ અને મસ્તીમાં દિવસે ગાળ્યા, પણ ખરે અવસરે વિશ્વાસઘાત કરી કાયરની જેમ નાસી છૂટ. હું આવા દુઃખને ભેગવવા માટે જ લાયક છું. કૃતની માટે આજ દશા શેલે છે. મેં જેવા આચર્યા છે, તેવા હું ભેગવું છું.
આવા વિચારોથી મને મધ્યસ્થતા થઈ. મારા હૃદયમાં ભાવનાઓ સુધરી, શાંતચિત્ત સાત રાત અને સાત દિવસ સતત એ અંધારકૂપમાં અકથ્ય વેદનાને અનુભવ કર્યો. પુષ્યદયના દર્શનઃ | હે અહીતસંકેતા! સાત રાત અને સાત દિવસ શાંત પણે વેદના સહન કરવાથી મારી પત્ની ભવિતવ્યતા ખુશ થઈ અને મારી પાસે આવીને મને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ્યા. મને શાબાશી આપી મારી પીઠ થાબડી.
હે આર્યપુત્ર! હું તમારા શાંત આચરણથી ખૂબ પ્રસન્ન બની છું. તેથી જ તમારા માટે અતિસુંદર અને. સુખકર આ પુરુષ લાવી છું. એ તમને ઘણી સહાયતા કરશે. જ્યારે ત્યારે તમારી વહારે ધાશે. તમારા દરેક કાર્યો એ સરલ બનાવી દેશે. આની સાથે તમારે બીજા નગરમાં જવાનું છે, તે નગરનું નામ “યસ્થલ” છે અને તે અતિસુંદર છે
મેં કહ્યું “જેવી દેવીની આજ્ઞા.”
મારી જૂની ગળી ખલાસ થઈ અને ભવિતવ્યતાએ નવી આપી અને સાથે ભલામણ કરી કે હે આર્યપુત્ર! તમે અહીંથી જશો એટલે આ પુણ્યદય ગુપ્ત સહદર, બધુ મિત્ર થઈને તારી સાથે રહેશે.