________________
નદિવધ ન
૧૫.
ઇન્દ્રમહારાજાને પટરાણી શચી છે, કૃષ્ણની પ્રિયતમા લક્ષ્મી છે, તેમ મહારાજા શ્રી પદ્મને “નંદા” નામની સુલક્ષણવંતી સુપત્ની હતી.
હું ભદ્રે ! ભવિતવ્યતાની પ્રેરણાથી હું. મહારાણી શ્રી નંદાની કુક્ષીમાં આવ્યા. ચાગ્ય રીતે ગલનુ પાલન પાષણ થયું અને પૂર્ણ સમય થયા બાદ શુભ દિને મારા જન્મ થયા.
મહારાજા શ્રી પદ્મને મારા જન્મની વધામણી આપવામાં આવી. તે અત્યંત આનદિત થયાં. અમારે ત્યાં પુત્રરત્નના જન્મ થયા છે એમ મિથ્યાભિમાન”થી મનમાં માનવા લાગ્યા. માટા આડંબર અને અઢલક ધનવ્યય દ્વારા પુત્રજન્મ મહાત્સવ કરવામાં આન્યા.
મહારાણી શ્રી નંદાની છાતી ગજ ગજ ફુલાણી અને પુત્રના મુખને નીરખી રામે રમમાં હરખ ઉભરાઈ ગયા.
જે સમયે મારા જન્મ થયે તે જ સમયે મારી સાથે જ પુણ્યાયના જન્મ થયા. સાથે જન્મ થવાથી તે સહેાદર ગણાય. સગા ભાઈ ગણાય.
પરંતુ એ સહેાદર રાજારાણીની નજરમાં ન આવ્યા. ૧ ગ્રંથકાર પુત્રજન્મ ઉત્સવના કારણમાં મિથ્યાભિમાન જણાવે છે. અધ્યાત્મ જગતમાં આત્મા કોઈ ના પુત્ર નથી, પિતા નથી, પણુ જગતના લેાકેા રામના કારણે આ મારે પુત્ર, અમારા પિતા એવુ મિથ્યાત્વના યેાગે માને છે. તે મિથ્યાભિમાન જ કહેવાય.