________________
૧૨૪
ઉપમિતિ કથા સારોદ્ધાર “ભરત” નામને મેટો પાડો–મહેલે છે. તે “ભારતમાં વિશિષ્ટ ગુણવાળું “જયસ્થળ” નામનું અવાંતર નગર આવેલું છે.
આ નગરમાં ઊંચા ઊંચા અને સ્વચ્છ ધવલ આવાસે આવેલ હતા અને જે આવાસેની અગાસીમાં ચંદ્રને નીરખવા નીકળેલ નારીના મુખ રૂપ ચંદ્રથી જાણે આ નગરમાં અનેકચંદ્ર ઉદય પામેલાન હેય તેવું સુશોભિત જણાતું હતું.
દુર્જય અને પરાક્રમી શત્રુઓની નારીઓના મુખ રૂપ કમલિનીને પિતાના અજેય પરાક્રમ રૂપ હિમપાત દ્વારા શ્યામ અને નિસ્તેજ બનાવી દેવા સમર્થ શ્રી “પદ્મ' નામના મહારાજા અહીં રાજયપુરાને વહન કરી રહ્યાં હતા.
મહારાજા શ્રી પદ્મને પ્રતાપરૂપ અગ્નિ કોઈ વિશિષ્ટ ગુણવાળે હતું. આ પ્રતાપે મહારાજાના યશરૂપ સમુદ્રમાં ખૂબ ભરતી આણ.
ખરી રીતે વડવાનલ સમુદ્રને શેષવી નાખે છે, પણ મહારાજાના પ્રતાપ અગ્નિએ ચંદ્રની જેમ યશ સાગરમાં ભરતી લાવવાનું વિશિષ્ટ કાર્ય કર્યું, આ પ્રતાપની વિશિષ્ટતા હતી. ૧ પાડે મહેલે, શેરી, એ અર્થમાં વપરાય છે. આજે પણ પાટણમાં
શેરીનાં નામ પાડા ઉપર છે. કનારાને પાડો,મહાલક્ષ્મીને પાડો વગેરે. ૨ નગરમહાનગરમાં અવાંતર નગરોનો પણ સમાવેશ થતો હોય છે.
અમદાવાદમાં શાહપુર, જમાલપુર, રાજપુર, સરસપુર વિગેરે ઘણાં સમાયેલા છે.