________________
ઉપમિતિ કથા સારદ્વાર : કારણ કે અત્યંતર ભા, અંતરંગ પદાર્થો ચર્મચક્ષુ દ્વારા : આત્માઓ જોઈ શકતા નથી.
મહારાજા શ્રી પદ્મ “નંદિવર્ધન” એવું લાડકવાયું અને મનગમતું નામ આપ્યું અને મારી પુષ્ટિ, મારા ઉછેર તેમ જ સંરક્ષણ માટે પાંચ ધાવમાતાઓ રાખવામાં આવી. ધાવમાતાએથી લાલન પાલન થતો હું ત્રણ વર્ષને થયે. વૈશ્વાનરને જન્મ અને તેનું સ્વરૂપ
જ્યારે હું અસંવ્યવહાર નગરથી આગળ વધ્યું ત્યારથી જ મારે બે જાતને પરિવાર હતો. એક “અત્યંતર પરિવાર” હતું કે જે ચક્ષુથી જોઈ ન શકાય. બીજે “બાહ્યર પરિવાર' હતે.માતા પિતા ભાઈ બહેન વિગેરે પરિવાર બાહ્ય પરિવાર ગણતે.
મારા અભ્યતર પરિવાદની અંદર એક “અવિવેતા નામની ધાવમાતા હતી. તે બ્રાહ્મણ જાતની હતી. મારા ૧ અત્યંતર પરિવાર–આત્મામાં રહેલા ગુણ અને કમવરણથી ઉત્પન્ન
થયેલા અવગુણ એ અત્યંતર પરિવાર છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમતા, નમ્રતા, સરલતા, સંતોષ વિગેરે શુભ પરિવાર છે અને હિંસા, અસત્ય, અદત્તસ્વીકાર, મૈથુન, પરિગ્રહવૃત્તિ, કષાય, કામ, ઇર્ષા, નિદા વિગેરે અશુભ પરિવાર છે. જેમ કથા આગળ વાંચશે તેમ વધુ ખ્યાલ આવતો જશે. ૨ બાહ્ય પરિવાર–જે આપણી આંખે જોઈ શકીએ અને જે વ્યવહારમાં
પ્રચલિત છે તે. માત, તાત, બ્રાત, ભગિની, ભાભી, કાકા, મામા
શાળા બનેવી વિગેરે. ૩ અવિવેકા–અવિવેક. અવિવેકમાં જ ક્રોધ વિગેરે દુર્ગુણેને આવિ
ભવિ થાય છે. અભ્યાસથી આ વાત સમજાય તેવી છે.