________________
૧૩૬
ઉપમિતિ કથા સારદ્વાર વૈશ્વાનર અને નંદિવર્ધનની મંત્રણ:
એક દિવસે હું અને વૈશ્વાનર એકાંતમાં બેસી આનંદથી વાત કરતા હતા. એકાંત જોઈ વૈશ્વાનર ખુશી થાય છે અને હૃદયમાં દુષ્ટ આશય રાખી મને એણે જણાવ્યું.
હે પ્રિય મિત્ર કુમાર ! તારે મારા ઉપર અવિહડ નેહ છે, એ સ્નેહના બદલામાં હું મારા પ્રાણ તારી ખાતર આપી દઉ તેય બદલે વાળી ન શકાય, છતાં પણ સનેહના પ્રતિક તરીકે તને દીઘાયુષી બનાવવા ઈચ્છું છું.
મને રસાયણ વિદ્યાને સારો અભ્યાસ છે અને દીર્ધાયુ થઈ શકાય એવા રસાયણે મારી જાણમાં છે. જે તારે આદેશ હેય તે હું એ રસાયણ વિધિવત્ બનાવીને તારી સેવામાં હાજર કરું અને મારી ફરજ અદા કરૂં.
પ્રેમાધીન બનેલા મને એ રસાયણના ભાવી પરિણામની કાંઈ જાણ ન હતી. મેં તે રોગને કારણે જણાવ્યું કે તું તારી જેમ ઈચ્છા હોય તેમ કર. હું તારા રસાયણને સ્વીકાર કરીશ.
આ સાંભળી તે શઠમતિ ખુશ થઈ ગયે. રસાયણ મિશ્રિત વડાઓ તૈયાર કર્યા. એ વડાનું નામ “કૃચિત્ત” રાખવામાં આવ્યું અને એ વડાં પ્રેમ પૂર્વક વૈશ્વાનરે મને સે પ્યાં સાથે જણાવ્યું કે–
હે મિત્ર! જ્યારે તને હું કહું અથવા ઈશારે કરૂં ત્યારે તારે આ વડાંમાંથી એક વડું ખાવું પણ વડાં ખાતી