________________
૧૩૪
ઉપમિતિ કથા સારોદ્ધાર માનતું ન હતું. છતાં માત-પિતાઓના સ્નેહાળ હૃદયને દુઃખ ન થાય એટલા ખાતર મારા તેફાને અને ત્રાસને સહન કરવા પૂર્વક પિતાને અભ્યાસ કરતાં.
એ શાણા કુમારે કળાચાર્ય પાસે મારા સંબંધી કઈ પણ ફરીયાદ કરતા ન હતાં કારણ કે એ રાજપુત્રો સમજતા હતાં કે જે અમે કળાચાર્ય પાસે નંદિવર્ધનની ફરીયાદ કરીશું તે અમારે નવી ઉપાધીમાં અટવાવું પડશે. અને અમારા માત-પિતાઓને દુઃખ થશે.
જો કે કોઈ પણ વિદ્યાથીએ મારી ફરીયાદ કલાચાર્યને કરતાં ન હતાં છતાં પણ બુદ્ધિનિધાન કલાચાર્ય રાતદિન સાથે રહેતાં હોવાના કારણે મારા આ પરાક્રમથી જરા પણ અજાણ ન હતાં.
કળાચાર્ય અને અગ્ય વિદ્યાર્થી તરીકે ગણતાં હતા, અગ્યને હિતશિક્ષા આપવાથી કંઈ લાભ થતું નથી એમ માની મને હિતના બે શબ્દ પણ કહેતાં ન હતાં. “કુસં ા ાતિ પન્ના, “સુતેલા સર્ષને કેણ જગાડે ?” મને અગ્ય જાણી કળાચાર્ય કદી પણ કાંઈ કહેતા ન હતા.
કળાચાર્ય બીજા વિદ્યાર્થીના નામે મને ઠપકે કે હિતશિક્ષા આપે તે હું એમને સારી રીતે માર્યા વિના ન જ રહે. કળાચાર્યને મારવા, તાડના–તર્જના કરવી કે સામું બોલવું વિગેરે અસભ્ય વર્તન કરવામાં મને સંકેચ ન હતે.