________________
૧૩૦
ઉપમિતિ કથા સારદ્વાર જાય છે. આથી એના હૃદયમાં કેપ ચડી ગયું અને મનમાં વિચારે છે કેઃ ' અરે ! નંદિવર્ધન રાજકુમાર મહામૂર્ખ છેમારા જેવા હિતસ્વી મિત્રને ત્યાગ કરી દગલબાજ અને મહાદશમન એવા વૈશ્વાનર સાથે મૈત્રી કરે છે, દિવસે દિવસે આ મૈત્રી ગાઢ બનતી જાય છે.
શું નંદિવર્ધનને એકાંતમાં જણાવું કે ભાઈ ! આ શ્વાનરની મિત્રતા કરવા લાયક નથી, એ ગુણીયલ નથી. એનાથી લાભ નહિ પણ મહાહાનિ થશે. જગતમાં અપયશ ગવાશે. ધિક્કારને પાત્ર બનવું પડશે. માટે એની મૈત્રી છેડી દે.
ચંદ્રમા પિતાને કલંકને ત્યાગ કરતું નથી, તેમ આ રાજકુમાર પણ વૈશ્વાનરનો ત્યાગ કરનાર નથી જ, તે શું હું એની મિત્રતા તજી દઉં?
ના, હાલમાં એમ કરવું ઉચિત નથી. મિત્ર તરીકે માર પણ રહેવું જોઈએ. ભવિતવ્યતાની આજ્ઞા છે એટલે મારે એને સહગ આપ જોઈએ.
પૂર્વ ભવમાં જ્યારે એ હાથી હતા, દાવાનળના કારણે જીવ બચાવવા માટે અને અંધાર કૂપ જેવા ખાડામાં ગબડી પડે. ત્યાં પાછળથી પશ્ચાતાપ અને માધ્યસ્થ ભાવ આવેલે. આવા વર્તન દ્વારા મને પ્રસન્ન કલે. એટલે વિના અવસરે પેશ્વાનરની મિત્રતા છતાં નંદિવર્ધનને ત્યાગ કરે મારા માટે ઉચિત નથી.