________________
૧૪
ઉપમિતિ કથા સાદ્ધિાર હે પુત્ર! જે અસંવ્યવહારરાશિના જ છે, તે જીવેને અસંવ્યવહાર” નામનું નગર ૯૫વું. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય એ એકન્દ્રિય ના સ્થાનેને એકાક્ષનિવાસ” નગર જણાવવામાં આવ્યું છે. '
બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીના શરીર સમુહને “વિકલાલ નિવાસ” નગર જણાવેલ છે. અને પાંચ ઈંન્દ્રિયવાળા તિર્યને વસવાના સ્થાનેને “પંચાક્ષ પશુ સંસ્થાન” નામ આપવામાં આવ્યું છે.
એક ભવની અંદર ભેળવી શકાય એટલા કર્મ સમુહના જથ્થાને “એક ભવેધ” ગળી જણાવવામાં આવી છે. જે ગળીની અંદર જે જાતના કર્મોના અણુઓ હેય એ જાતના સુખ દુઃખને અને અનુભવ કરવાને હેય છે
હે વત્સ! આ પુરૂષ જે બેલી રહ્યો છે તે અજર છે, અમર છે કેઈ દિવસે એ આ જગતમાં ન હતું એમ નહિ પણ સદાસ્થિત છે એટલે એ અનંતકાળ રહે, હરે ફરે નવા નવા રૂપ ધારણ કરે એમાં આશ્ચર્ય ન ગણાય. ભલે એ જ થાય, કિડી થાય, માછલારૂપે થાય, બધું જ બંધ બેસે તેવું છેઆ વિશ્વમાં એવું કેઈ સ્થાન નથી કે જ્યાં આ પુરૂષ કોઈને કોઈ રૂપે જઈ ન આવ્યું હોય.
હું દિવ્ય પુરૂષ! તું હજુ બાળક છે. તારી વય નાની છે. બુદ્ધિ હજુ પરિપકવ નથી માટે આ વાત સમજતાં વાર લાગશે. અવસરે તને બધું જ ષ્ટ સમજાશે. હમણું તે