________________
અવ્યવહાર નગર યાને અનાદિ નિગોદ
૮૩ તારે આપણું સંખ્યા જાળવવા એક કાર્ય કરવાનું છે, અને એટલા માટે જ તને બેલાવી છે. તારે આપણું અસંવ્યવહાર નગરમાં જવાનું છે. ત્યાં ઠાંસી ઠાંસી નિગોદો ભરેલી છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવે છે. જેટલા પુરૂષોને સદાગમ “નિવૃત્તિનગરીમાં” પિતાના બળથી મોકલી આપે તેટલા જ જીવેને આપણી નગરીઓમાં તારે લાવી મૂકી દેવાના છે.
આ ઉપાય અજમાવવાથી બહાર આપણે અ યશ ગવાશે નહિ, કઈ વાંકુ બોલશે નહિ, કારણ કે સંખ્યામાં એટલા ને એટલા જ નજરમાં આવશે. જેથી નિવૃત્તિનગરીમાં ગયેલા લકની વાત.એમની જાણમાં જ નહિ આવે. એથી એ બાબતમાં કઈ કઈને પૂછશે પણ નહિ.
આ વિભાગનું કાર્ય તને સોંપવામાં આવે છે. તું આ કાર્ય કરવામાં સમર્થ છે, એટલા માટે જ આ જવાબદારી ભર્યું અગત્યનું કામ અને એની સત્તા તને સેંપું છું.
જેવી આપની આજ્ઞા” એમ જણાવી શ્રી લોકસ્થિતિએ એ કાર્યની સત્તા પિતાના હાથમાં લીધી. આ વાત તબ્રિગે તીવ્રમેહ મહત્તમને જણાવી અને સાથે જણાવ્યું કે
પિતે પણ શ્રી કર્મપરિણામ મહારાજાને નેકર છું. છતાં મોટે ભાગે મારે તો લેકસ્થિતિની આજ્ઞાને જ પ્રથમ માન આપવાનું હોય છે અને એથી જ “તનિગ' નામથી હું એાળખાઉં છું.