________________
ઉપમિતિ કથા સારદ્વાર * એક દિવસે મહારાજા સાહેબ લેકસ્થિતિને જણાવે છે કે, હે બહેન ! આપણા માથે પણ એક મોટો દુશ્મન છે. આપણે એને કદિ જિલી શક્તા નથી. આપણુથી જરાએ ભય રાખતે નથી. આપણે એનાથી બીવું પડે છે. એના હૃદયમાં કદિ અશાંતિ, ચિંતા કે ગભરાટ થતાં નથી. ભીતિ–ભય એના દિલને સ્પર્શતા નથી. આપણે એનાથી ભય રાખતા હેએ છીએ, સદાગમ એનું નામ છે.
એ આપણા તાબાના પ્રદેશમાંથી કેટલાય મનુષ્યને “નિવૃત્તિ નગરીમાં” લઈ ગયું છે. હાલમાં પણ લઈ જાય છે. જે આપણે એ વાત ઉપર લક્ષ્ય નહિ આપીએ તે, કેણ જાણે કેટલાય મનુષ્યોને ભવિષ્યમાં ઉપાડી જશે. માટે આપણે ચાંપતી નજર અને કડક પગલાં લેવા જોઈએ.
વળી આપણે “નિવૃત્તિનગરીમાં” પગપેસારે કરી શકતા નથી. ભવિષ્યમાં પણ આપણે ત્યાં જઈ શકીશું નહિ. સદાગમને આપણે રેકી શકવા પણ સમર્થ નથી. એ આપણું મનુષ્યને આપણી જોતાં જ ઉપાડી જાય અને આપણને હાથ ઘસતા મૂંગે મોઢે બેસી રહેવું પડે એ અઘટિત ગણાય.
હેબહેન!જો આવું જ ચાલ્યા કરશે તે, આપણી વસતી ધીરે ધીરે ઘટવા માંડશે, બહાર આપણું નિંદા થશે, અપયશ ફેલાશે. માટે કેઈજના ઘડીએ કે જેથી આપણી વસતીમાં ઘટાડો ન થાય. વસતી ગણત્રીની સંખ્યામાં અંક એજ કાયમ રહેવું જોઈએ.
૧ નિવૃત્તિનગરી–મોક્ષ જ્યાં કોઈપણ કમની જરાય સત્તા ચાલી શકતી નથી.