________________
સંસારી જીવ છે. શેક અને વિશાદની છાયાથી મુખ શ્યામ અને તેજ વિહેણું બની ગયું છે. અંતરથી દયા માટે આજીજી કરી રહે છે. રંકમાં રંક જેવી દશાવાળા અને અનાથ એવા સંસારી જીવ નામના તસ્કરને સૌ નિહાળે છે. સંસારીજીવનું સદાગમ પાસે આવવું
ચેરની આવી દશા જોઈ દયાળુ પ્રજ્ઞાવિશાળાના હૈયામાં ખુબ લાગણી થઈ આવે છે. શું આ ચારને બચાવી શકાય એમ છે કે નહિ? કયે ઉપાય બચાવ માટે હોઈ શકે? હું આને બચાવ માટે કાંઈ કરી શકું? એ હ! યાદ આવી ગયું.
જે આ સંસારી જીવ સંતશેખર શ્રી સદાગમના શરણુને સ્વીકાર કરે તે સહેલાઈથી બચી જાય. શ્રી સદારામ સિવાય એ રાંકને રક્ષણહાર કેઈ થઈ શકે એમ નથી. અન્યમાં એ એ શક્તિ પણ નથી.
આ પ્રમાણે વિચાર કરી પ્રજ્ઞાવિશાલા ચેર તરફ દોડી અને ચેરને કહે છે. ' હે ભદ્ર! તું શ્રીસદાગમનું શરણ સ્વીકાર. એ મહાપુરૂષ છે. દયાના સાગર છે. કરુણાના ભંડાર છે. તેને બચાવી શકે એવા સમર્થ છે. તું એમના શરણે જઈશ તે જરૂર અચી જઈશ. તે જ તારે ઉદ્ધાર થશે. તું એમની સેવાથી એક સજજન કોટીને ઉમદા માણસ બની જઈશ. માટે છે - ભદ્ર! તું સદાગમનું શરણુ શીધ્ર સ્વીકાર.
પ્રાવિશાલાના વચને સાંભળી સંસારીજીવ તરત