________________
ઉપમિતિ કથા સારોદ્ધાર: જ “ઝાદ માં ગાદે માં” “મને બચાવો, બચાવેના પિકાર. કરતે શ્રીસદાગમના ચરણમાં આવી ઢળી પડે છે.
શ્રી સદારામ સંસારીજીવને કહે છે, હે ભદ્ર! તને હવે “અભય” છે. તારે કોઈની ભીતિ રાખવાની જરૂર નથી. તને અહીં કેઈ પણ હેરાન કરશે નહિ. તું નિર્ભય બન.
શ્રી સદાગમના અભય વચને સંભાળી ચેરના હૃદયમાં અપૂર્વ શાંતી થઈ. એના ચહેરાની ફીકાશ ઓછી થઈ. આખો. આનંદને વ્યક્ત કરવા લાગી. મુખ ઉપર મિત ચળકવા લાગ્યું. હદયમાંથી ભયે વિદાયગીરી લીધી અને તે પછી પુનઃ સંસારીજીવે ઉપકાર માનવાપૂર્વક શ્રી સદાગમના ચરણ પકડી એના ઉપર પિતાનું મસ્તક ધરી દીધું.
શ્રી સદારામ સંસારી જીવને આશ્રય આપે છે. એટલે એ શાંતિ અનુભવવા લાગે છે. શ્વ સેશ્વાસ હળવા થાય છે. શરીરની પ્રજારી અને કંપ દૂર થાય છે. એને વિંટીને રહેલા ક્રૂર રાજપુરૂષે વિચારમાં પડી જાય છે.
આ નગરમાં શ્રી સદારામ એક વિશિષ્ટ અને શક્તિ સંપન વ્યક્તિ ગણાતી હતી. કર્મ પરિણામ મહારાજા પણ શ્રી સદાગમથી ભય પામતા હતા. કર્મ પરિણામની સત્તા બધે ચાલતી, પણ શ્રી સદાગમ પાસે એ પાંગળી બની જતી. રાજા જેનાથી ભય પામે, તે એના કર્મચારીઓ ભય : પામે, એમાં શી નવાઈ?
સંસારીજીવને વિંટળાઈ રહેલા કૂર રાજપુરૂષે પણ ભય પામ્યા. અમારૂં સદાગમ પાસે કાંઈ વળવાનું નથી.