________________
-
સંસારી જીવ
૭૫, અમે ચેરને સદાગમ પાસેથી પાછા લઈ શકીએ એમ નથી. એટલે તેઓ ઉદાસ મુખડે પાછા વળ્યાં.
ત્યારબાદ સ્વસ્થ બનેલા સંસારીજીવને અગૃહીતસંકેતાએ પૂછ્યું, હે ભાઈ! તે એવો કયો અપરાધ કર્યો કે જેથી તને યમદૂત સમા બિહામણું આ રાજપુરૂષાએ પકડયો અને તને વધ્યધામ તરફ શૂળી ઉપર ચડાવવા લઈ જતાં હતાં ?
હે બહેન ! તું એ વાત પૂછવી જ જવાદે. એ વાત સાંભળવામાં આવે, તે સજ્જનેના હૃદયને વ્યથા થયા વિના: ન રહે, જરૂર પીડા કરશે. મારી રામકહાણી સાંભળવામાં દુઃખ થશે, એ કહાણી સાંભળવા જેવી નથી. માટે એ. આગ્રહ જવાદે.
અથવા તમારે જે સાંભળવી જ હોય, તે જેમણે. ત્રણે લોકના અને ત્રણે કાળના પદાર્થો જોયા છે અને જાણ્યા છે, એવા મહાપુરુષ શ્રી સદાગમ મારી દર્દભરી કથા અથથી. ઇતિ સુધી જાણે છે. તે એમના જ પવિત્ર મુખેથી સંભળે,
એ વધુ ઉત્તમ રહેશે. - શ્રી સદારામે કહ્યું. હે ભદ્ર! આ અગૃહીતસંકેતા
તારૂં વૃત્તાન્ત સાંભળવા અતિ ઉત્કંઠા રાખે છે, તે તું એની જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે પણ તારૂં વૃત્તાન્ત કહી સંભળાવ એ સંભળાવવામાં કાંઈ પણ વાંધાજનક નથી. ખુશીથી કહે.
જેવી આપની આજ્ઞા.” પરંતુ આ બધા સભાજનેની. વચ્ચે બેલતાં મને શરમ આવે છે. હું મારા પાપવૃત્તાન્તને.