________________
અસંવ્યવહાર નગર યાને અનાદિ નિગોદ હેય છે. અતીન્દ્રિયજ્ઞાની સિવાય આ જડ છે કે ચૈતન્ય એ પણ ન સમજાય એવી આ અવસ્થા હોય છે.
અનંતજીવ હોવા છતાં શરીર અતિસૂક્ષ્મતમ હેય છે. તેથી શસ્ત્ર દ્વારા એમાં છેદ-છદ્ર કરી શકાતું નથી. તલવાર વિગેરેથી ભેદ-ટુકડા કરી શકાતા નથી. અગ્નિ દ્વારા દાહ કે તાપ પણ થઈ શકતાં નથી. પવન દ્વારા સૂકવી -નાખવું કે ઉડાડી લઇ જવું એ પણ બનતું નથી. પાણી દ્વારા પલાળી દેવું તાણી જવું એ પણ બનતું નથી. આ જીવને કોઈપણ આઘાત પ્રતિઘાત કે ઉપઘાત થઈ શકતો નથી. ટૂંકમાં બાહ્ય કઈ પણ પદાર્થ દ્વારા કેઈ પણ જાતની વિક્રિયા આ નિગદના શરીરમાં કરી શકાતી નથી.
પિતાના સ્થાનેથી બીજા સ્થાને ગમન અથવા બીજ સ્થાનેથી પિતાને સ્થાને આગમન જેવા લેકવ્યવહાર પણ આ નિગદ અપવરક–એરડામાં હોતા નથી. કદી પણ કરી શકાતાં નથી.
હે અગૃહીતસંકેતા ! એ અનંતજી સાથે નિગોદનામના ઓરડામાં મેં અનંતકાળ પસાર કર્યો છે. ગણત્રીમાં એ કાળ ગણી શકાય એમ નથી. મારૂ નામ સંસારી જીવ છે. અમારૂ કુટુંબ વિશાળ હતું. અમારા કુટુંબના અમે બધા બધી ક્રિયાઓ સાથે જ કરતા.
૧ અતિ ભૂકંમતમ—ખૂબ જ નાના. સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી આવું શરીર મળે છે અને તે પાપપ્રકૃતિ છે.