________________
પ્રસ્તાવના આપ્યું છે. એક પછી બીજે અને એના પછી ત્રીજે એમ જન્મપરંપરા તે જુદી જુદી દુકાને જણાવી.
ભુવનના સાતમે માળે આનંદમગ્ન વિહરી રહેલા શ્રી. સુસ્થિત મહારાજા તે વાત્સલ્ય સિંધુ પરમકૃપાળુ તરણતારણ હાર સર્વજ્ઞ પરમાત્મા શ્રી તીર્થકર દેવ જાણવા.
સર્વજ્ઞ પરમાત્મા કથિત ધર્મની પ્રાપ્તિ વિહૂણ જીવ તે ભિક્ષુ “નિપુણ્યક છે. આને કઈ સહાય નથી માટે “બધુ વિહુ” કહ્યો. તત્વતત્વની વિવેચના શક્તિ રહિત છે માટે “કુમતિ” જણાવ્યો. ધર્મનું ધન એની પાસે જરાએ નથી તેથી “નિર્ધન” બતાવ્યો. કર્મશત્રુઓના ત્રાસ અને માર સહન કરે છે છતાં સામનો કરી શકતું નથી એટલે “બલહીન” જણાવ્યું.
નિપુણ્યકના કર્મો એ જ “ગ” છે. વિષય ભોગેની ઝંખના તે ક્ષુધા છે. પરમાત્માને નાથ તરીકે એણે સ્વીકાર્યા નથી માટે “અનાથ” છે. મિથ્યાત્વની ગાંડપણભરી અવસ્થા એ “ઉન્માદ” છે. “અન્ય દર્શનના સાધુઓ” એને પરાભવ કરનારા છે. તેમને આ કથામાં “તેફાની બાળકની ઉપમા. આપી છે. અમાવાસ્યાની કાલિમા તે “વેદનાનું” રૂપક છે.
એક ભવમાં ભેળવી શકાય એટલું આયુષ્ય તે ભિક્ષાપાત્ર-કર્ધર” જાણવું. વિષ, વિલાસો, હાવ, ભાવ, બિબેક, કેલિ વિગેરે ક્રિડાઓ તે દત્ત-તુચ્છભેજન” છે.
શ્રી જિનેશ્વર દેવ પ્રકાશિત દર્શન તે પોતે જ ગુણસ્વરૂપ “રાજમંદિર” છે. અનાદિ અનંત કાળથી નહિ