________________
અધ્યયન માટે ગમન
પણ વધ્યા છે. નિબીજ અને વધ્યાથી કદી પુત્રની પ્રાપ્તિ થાય ખરી? અને અહીં પુત્ર થયે તે આશ્ચર્ય ન ગણાય? બોલ જોઈએ ?
પ્રજ્ઞા વિશાલા–વાહર ભેળી વાહ! તારું નામ સાચેજ અગૃહીતસંકેત છે. કઈ પણ વાતના સંકેતેને સમજી શકતી નથી. રહસ્યને જાણી શકતી નથી. પરમાર્થ શું છે? આ જાણવાની શક્તિ હજુ તારામાં ખીલી નથી. તે
સાંભળ ! આ રાજા નિબીજ નથી પણ બહુબીજ છે. બીજા પુરૂષ કરતાં આમાં પુરૂષ ઘણુ પ્રમાણમાં છે. પુત્રોત્પાદક શક્તિ પણ ઘણી છે. અને મહારાણીને પણ અનંતા પુત્રો છે. વધ્યા નથી. ખરી રીતે આ જ મહારાજા અને મહારાણી વિશ્વના સર્વ પ્રાણીઓના માત-તાત છે.
અગૃહતસંકેતા–જે તું કહે તેમજ હોય તે મહારાજા નિબીજ અને મહારાણી વધ્યા છે એવી પ્રસિદ્ધિ શા કારણે થઈ?
પ્રજ્ઞા વિશાલા—હજુય તું ન સમજી? એમના અનંતા પુત્રો છે, એમાં કેટલાક બહુ દેખાવડા છે. એટલે આ પુત્રને કોઈ ખરાબ માનવીની નજર ન લાગી જાય એટલા માટે “અવિવેક વિગેરે મહામંત્રીઓએ રાજા–પાણીને નિબજ અને વધ્યા તરીકે જાહેર કર્યા છે. આવી તદ્દન સાદી અને સરલ વાત પણ તું જાણતી નથી?
અગૃહીતસંકેતા–અલી સખી? કેઈની નજર ન લાગે એટલા માટે રાજપુત્રો જન્મવા છતાં જાહેર નથી કરતા, તે