________________
ઉપમિતિ કથા સારોદ્ધાર શ્રી સદાગમના દર્શને
અગૃહીતસ કેતા અને પ્રજ્ઞાવિશાલા એ બંને સખીએ સદાગમના દર્શન માટે રવાના થયા છે.
જ્યાં “વિજય”નામની મોટી મોટી દુકાને હતી, એવા “વિદેહ” નામના બજારમાં આ બંને સખીઓ આવે છે. અને દૂરથી જ આ પુરૂષને જુવે છે ત્યાં નયનેમાં આનંદ છવાણ, ગાત્રો પુલક્તિ બન્યા, રેમ રાજી વિકસ્વીર બની.
અનેક પુરૂષો મહાત્માની સેવા કરી રહ્યા હતા અને સદાગમ પણ યોગ્યતા મુજબ સૌને ધર્મતત્વ સમજાવતાં. ચૈતન્યનું સ્વરૂપ, જડ ચેતનને ભેદ, જ્ઞાન દર્શન ચારિત્રને માર્ગ, ચારગતિરૂપ સંસાર, પાંચ ઇંદ્રિય અને તેના વિષે છ લેશ્યા, સાત નય, સપ્તભંગી, અષ્ટપ્રવચનમાતા, નવ તત્ત, દશ યતિધર્મ, વિગેરે જુદા જુદા વિષય ઉપર સમજનારની યેગ્યતા જાણી સમજાવતા હતા.
વળી સ્યાદ્વાદની મહત્તા, શરીરની અનિત્યતા, પ્રાણીઓની અનાથતા, સંસારની અસારતા. આત્માનું એકત્વ, જડ અને અન્ય આત્માઓથી પૃથક–જુદાપણું, શરીરનું અશૌચ. પણું અર્થાત મલિનતા, કમેને આવવાના કારણે, નવા કર્મોને આવતાં રોકવાના ઉપાય, જુના કર્મોના નાશના ઉપાયે, લેકવરૂપ, સમ્યકત્વ પ્રાપ્તિની દુર્લભતા, અને ધર્મ આરાધનની દુષ્કરતાદિ જણાવતાં હતાં.
આ બંને સખીએ ત્યાં આવીને શ્રી સદાગમને વંદનાદિ કરી બેસે છે. અગ્રહિતસંકેતા તે શ્રીસદાગમને જોતાં જ