________________
પ્રકરણ બીજું
અધ્યયન માટે ગમન અગ્રહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલાને સંવાદ
આ જ નગરીમાં અગૃહીતસંકેતા નામની એક બ્રાહ્મણી રહેતી હતી. તેણે સાંભળ્યું કે રાજાના ત્યાં મહારાણીએ પુત્રરત્નને જન્મ આપ્યું અને એને ઉત્સવ ચાલી રહ્યો છે. પુત્રનું નામ સુમતિ-ભવ્યપુરૂષ રાખવામાં આવ્યું છે. આ બધું સાંભળી એણીના હૃદયમાં આશ્ચર્યને પાર રહેતું નથી. એ પિતાની સખી પાસે જાય છે અને ધીરેથી કહે છે.
અગૃહીતસંકેતા–હે પ્રજ્ઞાવિશાલા! શહેરમાં તે ભારે નવાઈ ઉપજાવે તેવી વાતે ચાલી રહી છે. તે જાણ્યું કે નહિ? આપણુ મહારાણીએ પુત્રરત્નને જન્મ આપે અને સુમતિ નામ રાખ્યું છે. આ શું?
પ્રજ્ઞાવિશાલા—હાલી સખી! એમાં શું આશ્ચર્ય
અગૃહીતસંતા–વાહ! આપણુ મહારાજા સાહેબ તે નિબીજ (પુત્ર ન થાય એ-નપુંસક છે અને મહાદેવી