________________
ઉપમિતિ કથા સારદ્વાર આ સ્વમ જેવાથી મહાદેવી ખુબ પ્રફુલ્લ બન્યા. છાતી - હર્ષાવેશથી ગજ ગજ ફૂલી ગઈ. સાથે થોડું દુઃખ પણ થયું. પલંગમાંથી ઉઠી શયનખંડના બહાર આવી જ્યાં મહારાજા પઢેલ હતાં ત્યાં હંસગતિએ જાય છે અને પિતાને આવેલા સ્વમની વિગત સવિસ્તર જણાવે છે.
હે દેવી ! આ સ્વમ ઉપરથી મારું માનવું છે કે તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. એ પુત્ર ઘણે દેખાવડો, જ્ઞાનવાન, ગુણવાન, નયનેને ઠારનાર, સૌને ગમી જાય તેવે થશે. તારા માટે એ ખુબ જ લાડકવા થશે, પરંતુ આપણા ઘરમાં વધુ સમય રહેશે નહિ. સદાગમ નામના મિત્રની સબતથી અને એના સદુપદેશથી સર્ષ જેમ પોતાની કાંચળી ઉતારે તેમ સંસારને તજી એમને શિષ્ય બની જશે. આ છે તારા - સ્વપનું ફળ.
મહાદેવીએ કહ્યું કે “મને પુત્ર થાય તેય ઘણું” પુત્રના જન્મ થવા માત્રથી મને ઘણે આનંદ થશે. પછી જે થવાનું - હશે તે થશે. - સ્વમની રાત્રિથી મહારાણીની કુક્ષિમાં કઈ જીવ ઉત્તમ ઠેકાણેથી ચવીને આવ્યું. રાણી ગર્ભવતી બન્યા. ગર્ભ દિન પ્રતિદિન વિકાસ પામતે જાય છે. રાણી સાવધાની પૂર્વક એનું જતન કરે છે. ગર્ભ વૃદ્ધિવાળે થતાં સુંદર દેહલા થવા લાગે છે.
સર્વ પ્રાણીઓને અભયદાન આપું. સાધમિકેની ભક્તિ કરું. દખ્રિીઓનું દારિદ્ર દૂર કરૂં. પૂજા ભણાવું.