________________
ઉપમિતિ કથા સારદ્વાર શરીરથી જીર્ણ બને. આંખે મોતીયા લાવે. આંધળા બની જાઓ, નાકમાંથી લીંટ ટપકાવે રાખે. કાને બહેશ થાઓ. કાળા સુંદરવાળને સફેદ કરી નાખે. હાથ પગ અને શરીરની ચામડીમાં કરચલી પાડે. લથડીયા ખાતાં વાંકા ચાલે. શ્વાસ-શ્વાસની ગતિ વધા, જ્યાં ત્યાં ઘૂંકના બળખા નાખે. સર્વ લોકોથી ધણિત અને દયાપાત્ર બને. રોગોથી ખદબદે, કડવા ઉકાળા અને કડવી દવા પીઓ. નાની પુત્રવધુઓના ટેણાં મેણું સાંભળી વલેપાત અને આર્તધ્યાન કરે. રડયાં કરે. રડતાં રડતાં મારી બીજી એનિમાં જાઓ અને સબડો.
આ રીતે મહારાજા અને મહારાણી વિવિધ ભાતના - દૃશ્ય જુવે છે અને હૈયામાં હર્ષ ઉભરાતે રહે છે. બન્ને એક જ સ્વભાવના અને સરખા ગુણના હેવાથી પરસ્પરની પ્રીતિ અતિ રહે છે. આમ ઘણે સમય પસાર થઈ ગયે. પુત્ર પ્રાપ્તિ માટેના મારથ :
રાજા–રાણું આનંદમાં દિવસે વ્યતીત કરે છે ત્યાં એક વેળા મહારાણી વિનય પૂર્વક મહારાજાને કહે છે, હે સ્વામિન્ ! આપની કૃપાથી વિશ્વના તમામ સુખ-સાધને મને પ્રાપ્ત થયા છે. ખાવા પીવાને તેટો નથી. લેગ વિલાસના સાધનેની કમીના નથી. ધનભંડાર ભરપૂર છે, પણ એકવાતની ઓછાશ સદા હૈયામાં ડંખ્યા કરે છે.
માત્ર સંતાનની પ્રાપ્તિ થાઓ એ જ ઝંખના છે. સંતાન વિનાની સાહ્યબી અને સુખ એ દુઃખ દેનારા છે. પુત્રની