________________
સભ્યપુરૂષના જન્મ
૬૧
ચ્છા આપની કૃપાથી પૂણુ થાઓ એટલું જ જોઈ એ છે. એ જ મંગળ આકાંક્ષા.
હૈ પ્રિયે ! તારા હૃદયમાં જેમ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ છે, એમ મને પણ પુત્ર થાય તે સારૂ એ ઇચ્છા થયા કરે છે. આપણા એના એક જ વિચારા થવાથી તને ચાસ એક સુંદર સુડોળ · પુત્રરત્નની પ્રાપ્તિ થશે. તું નચિ ંત રહે. એમ મહારાજાએ ઉત્તરમાં જણાવ્યું.
આપની મહાકૃપા” આપના મગળ આશીર્વાદ જરૂર ફળીભૂત થશે. હું આપના વચનમાં શ્રદ્ધા રાખું છું: આ પ્રમાણે મહીને મહાદેવીએ મીંગળ વચનની સ્મૃતિ રહે. એ ખાતર પેાતાના પાલવના છેડે ગાંઠ માંધી.
પુત્રરત્નના જન્મ :
મહાદેવી અનેક સાધનાથી સુસજ્જ શયનખડમાં પલંગના મૃદુ અને મુલાયમ ગાદલાં ઉપર પેાઢી રહ્યાં છે. મનિદ્રાને લીધે નેત્રો ખીડાએલા છે. રાત્રિના છેલ્લા પહેારના સમય ચાલી રહ્યો છે. સ્વસ્થ અને શાંત વાતાવરણ વચ્ચે સુંદર સ્વમ. જોઈ પાત જાગૃત બને છે.
સ્વમમાં એક મનારમ્ય આાકૃતિવાળા પુરૂષને નિહાળે છે. તે પુરૂષ આકાશમાંથી ધીરે ધીરે પાતાના પાસે આવી મુખમાં પ્રવેશે છે. ત્યાર બાદ ઉત્તરમાં જઈ મહાર નિ જાય છે. એને કોઈ મિત્ર મળવા આવે છે અને તે થારી વારમાં જ મિત્રની સાથે રવાના થઈ જાય છે.”