________________
ઉપમિતિ કથા સારદ્વાર વાદળથી વાત કરતે, ગેળાકારે માનુષેત્તર” પર્વત નામને છે અને એ કિલ્લાની ચારે બાજુ અતિવિશાળ, અતિગંભીર સમુદ્ર રૂપ મહાખાઈ આવેલી છે. જે અતિદુર્લબ્ધ છે.
ભરત વિગેરે છ નાના મહેલા છે અને આ મહેલ્લાઓના સિમાચિન્હ તરીકે હિમવત વિગેરે પર્વતે આવેલા છે, જે ગઢ અથવા મેટી દિવાલ તરીકેનું કામ કરે છે.
આ નગરીમાં “વિદેહ” નામવાળે મહા બજાર આવેલ છે જેમાં સુંદર અને મૂલ્યવાન વસ્તુઓના સમુહથી
૧. અઢીદ્વીપ પછી માનુષેત્તર નામનો પર્વત આવેલું છે ત્યાર પછી કઈ મનુષ્યના જન્મ-મરણ થતાં નથી. દેવશક્તિ કે લબ્ધિથી અઢીદ્વીપ બહાર જવાય પણ જન્મ-મરણ તે ન થાય એવી ક્ષેત્ર મર્યાદા છે. - ૨. ભરત, અરવત, હિમવંત, હિરણ્યવંત, હરિવર્ષ અને રમક આ છ ક્ષેત્રોને મનુજગતિ નગરીના મહેલ્લા ગણાવ્યા છે. વિશાળતાની દષ્ટિએ એ સુયોગ્ય છે.
૩. હિમવંત, મહાહિમવંત, નિષધ, નિલવંત, રૂકમી અને શિખરી આ વર્ષધર ક્ષેત્રધર પર્વત છે. જે ઉપર જણાવેલા ક્ષેત્રોના વિભાગોની મર્યાદા નક્કી કરે છે અને અહીં સીમાચિન્હ દિવાલ બતાવેલ છે.
* ૪. વિદેહ–મહાવિદેહ એ બન્ને એક જ છે. એને મહાબજાર એટલા માટે જણાવવામાં આવ્યો છે કે ત્યાંથી સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને મોક્ષ એ રૂપ કરીયાણ જોઈતા પ્રમાણમાં જ્યારે જોઈએ ત્યારે પ્રાપ્ત થાય છે. ભરતાદિ ક્ષેત્રમાં માત્ર ત્રીજા ચોથા પાંચમાં આરામાં જ મેક્ષ પ્રાપ્ત થાય છે, પણ મહાવિદેહ માટે એ સમય પ્રતિબંધ નથી.