________________
૨૮
ઉપમિતિ કથા સારોદ્ધાર વિમલાલેક અંજન, તત્ત્વપ્રીતિકર તીર્થજલ અને મહાકલ્યાણક પરમાનનું વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે બોલે છે. - હે સૌમ્ય! મને કરુણુવત્સલ મહારાજાએ આજ્ઞા આપેલી છે કે, હે વત્સ ! તારે એગ્ય આત્માઓને આ ત્રણ ઔષધો ઉદારતાથી આપવા, પણ અગ્ય આત્માઓને આપવા નહિ. જો ભૂલેચૂકે આપી દઈશ તે જરાએ ઉપકાર તે નહિ થાય, પણ અનર્થ અને અહિતની પર પરા ઊભી થશે. તેમ જ ઔષધને બગાડ થશે. સમયની નિરર્થકતા થશે. માટે એગ્ય આત્માઓને જ આપજે.
મહારાજાશ્રીને પૂછ્યું. હે સ્વામિન ! યેગ્ય કે અને અગ્ય કોણ? મારે એમને ઓળખવા શી રીતે ? તે કૃપા કરી એના લક્ષણે મને જણાવે. - શ્રી સુસ્થિત મહારાજાએ કહ્યું.
હે વત્સ! આપણા રાજમંદિરના મુખ્ય દ્વારે સ્વકર્મવિવર નામને સત્રી દ્વારપાલ ચકી ભરે છે, એ રાજમંદિરમાં જેને પ્રવેશ કરવા દે અને આ રાજમંદિરને જોઈ જેનું હદય અને દિત થાય વળી વધુમાં મારી નજર જેના ઉપર ઠરે, તે આત્માઓ ત્રણ ઔષધને આરેગવાની યેગ્યતા ધરાવે છે. જેઓ આનાથી વિરૂદ્ધ વર્તનવાળા છે તે ગ્યતા ધરાવતા નથી, એમ તારે સમજી લેવું. : હે વત્સ! એક વાત તું હજુ ધ્યાનમાં લે. આ ત્રણ ઔષધે લેવામાં જે આનંદ વ્યક્ત કરતાં હોય અને દેનારને