________________
પ્રસ્તાવના મુશ્કેલી કે પરિશ્રમ ન થતાં હોય, તેવા આત્માઓને આ ઔષધે શીઘ્ર ફલદાયી અને ગુણકારી બને છે. એવા રોગીને તારે “સુસાધ્ય કક્ષાના” સમજવા.
જેઓ આપવા છતાં લેવા તૈયાર નથી, ઉપરથી આનાકાની અને વકતા દર્શાવતા હોય છે, તેથી આ ઔષધે બલાત્કારે આપવા પડતાં હોય છે. તેવા આત્માઓને લાભ થવામાં વિલંબ થાય છે. આવી જાતના રોગીઓને તારે “કૃચ્છ, સાધ્ય કક્ષાના” ગણવા.
વળી જેઓને આ ઔષધે ઉપર જરીએ પ્રીતિ હતી. નથી. ઔષધના દાતાર ઉપર ગુસ્સો અને તિરસ્કાર વર્ષાવતા હોય છે, તેવા આત્માઓને આ ઔષધે અંશમાત્ર પણ ગુણ આપી શકતા નથી. આવા પ્રકારના રોગી આત્માઓ “અસાધ્ય કક્ષાના” માનવા. આ પ્રાણ અધમ હોય છે.
હે નિપુણ્યક! અમારા સ્વામી શ્રી સુસ્થિત મહારાજાએ પૂર્વ પરંપરાથી આ આમ્નાય કહી રાખે છે. એ આમ્નાયથી વિચાર કરતાં તું “કૃચ્છ સાધ્ય કક્ષાને” રેગી મને જણાય છે..
જે તું નિરેગી થવાની અભિલાષા ધરાવતે હે, તારે સ્વસ્થતા પ્રાપ્ત કરવાની મંગલ કામના હૈય, તે તું અમારા રાજેશ્વરને તારા પિતાના નાથ તરીકે સ્વીકાર કર અને આ રાજમંદિરમાં આનંદથી તું રહે.
આ મારી ગુણવતી પુત્રી તહ્યા છે. એ તને પ્રતિદિન સમયસર ત્રણે ઔષધો આપ્યા કરશે. એ ઔષધના સેવનથી તારું આરોગ્ય સુધરી જશે, તારું વર્તન પણ સુધરવા લાગશે..