________________
૪૦
ઉપમિતિ કથા સદ્ધાર સ્વસ્થતા મેળવતે ગયે. એનામાં ઉદારતાને ગુણ વૃદ્ધિ પામવા લાગે. શરીરમાં રૂપસૌંદર્ય ખીલવા લાગ્યા. ક્ષણે ક્ષણે સમતા નમ્રતા સરલતા વિગેરે સાત્વિક ગુણે વિકાસને પામતા ગયા.
જો કે સપુષ્પકમાં રગે અગણિત હતાં. આજ સુધી દરેક રોગ નિમૅળ બની ગયા અને પિતે પૂર્ણ નિરોગી બન્યું એવું નથી. છતાં પણ તેણે ઘણાં હળવાં થવાના કારણે એના શરીર, સ્વભાવ અને વર્તનમાં અપૂર્વ સપરિવર્તન થઈ ગયું.
આનંદમાં મહાલતાં સપુણ્યકે સદ્બુદ્ધિને સવાલ કર્યો, કે હે સબુદ્ધિ! વિમલલેક અંજન, તત્વ પ્રીતિકર તીર્થજળ અને મહાકલ્યાણક પરમાન મેં કયા સત્કર્મના લીધે પ્રાપ્ત કર્યા છે ? દાનની દેવાની ઉત્કંઠા : ' હે ભદ્ર સપુણ્યક ! પૂર્વજન્મમાં આ ત્રણે ઔષધે કોઈ મહાભાગ પુરૂષના પાત્રમાં તે દાનમાં આપ્યા હશે, તેથી આ જન્મમાં તને પ્રાપ્ત થયાં છે. જગતમાં એક કહેવત છે કે “વાવ્યું હોય તેવું લણાય.” એમ તે આપ્યું હશે માટે તું મેળવી રહ્યો છે. આ ઉત્તર બુદ્ધિએ આપે, એટલે સપુણ્યકે પુનઃ પૂછયું.
હે સૌમ્ય ! દાન કરવાથી વસ્તુની પ્રાપ્તિ થતી હોય તે આ જન્મમાં પણ આ ત્રણે ઔષધે ઉત્તમ પાત્રમાં આપું, જેથી ભવાંતરે મને આ ગુણકારી ઔષધની પ્રાપ્તિ તરત થાય.