________________
ઉપમિતિ કથા સારે દ્વાર સ્વામી નથી” એ તું હવે કદી ન બેલીશ કારણ કે શુભનામધેય શ્રી સુસ્થિત મહારાજા તારા નાથ છે. તારા એકલાનાં જ એ નાથ છે એમ નહિ, પરંતુ ચરાચર પૂર્ણ વિશ્વના એ વિશ્વેશ છે. સ્વામી છે અને આ રાજમંદિરમાં વસનારાના તે વિશેષથી એ સ્વામી છે.
મહાભાગ્યવાન હોય તેવા જ આત્મા વાત્સલ્યમૂર્તિ શ્રી સુસ્થિત મહારાજાની સેવાનો લાભ લઈ શકે છે. જગતમાં કેટલાક પાપી આત્માઓ એવા પણ જીવી રહ્યાં છે કે જેમણે આ મહારાજાશ્રીનું નામ સાંભળ્યું પણ નથી. જાણ્યું પણ નથી. ત્યાં ઓળખવાની વાત તે કેમ સંભવે?
હે મહાભાગ! પૂર્વના પ્રબલ પુણ્યદયના પ્રતાપે પવિત્રતમ રાજમંદિરની અંદર તારે પ્રવેશ થયેલ છે અને પ્રવેશ થયે તે સમયથી જ રાજરાજેશ્વર શ્રી સુસ્થિત મહારાજા તારા નાથ તરીકે થયા છે. હવે તું મારા કથનથી પણ આ ભવ અને પરભવમાં આનંદ અને શાંતિના દાતાર શ્રી સુસ્થિત મહારાજાને આજીવન સ્વામી તરીકે સ્વીકારી કૃતકૃત્ય થા.
મહારાજાશ્રીના ગુણ તું જેમ જેમ સમજાતે જઈશ તેમ તેમ તારા શરીરના રે આછા આછાં થતાં જશે. અને આ ત્રણ ઔષધનું તું નિયમિત આસેવન કરીશ તે તારા રેગ ઘટતાં ઘટતાં સંપૂર્ણ નષ્ટ બની જશે. - હવેથી તું આ રાજમંદિરમાં રહે મારી પુરી તયા તને હેત પૂર્વક નિયમિત ત્રણે ઔષધ પ્રતિ દેન આપ્યા કરશે પરંતુ તારે એ ઔષધોનું આસેવન તે કરવું જોઈશે.