________________
ઉપમિતિ કથા સારોદ્ધાર ને? લાભના બદલે હાનિ થઈ તે? આવા શંકાશીલ વિચા. રેને લીધે તીર્થજળ પીવા માટે તેનું મન માનતું નથી.
શ્રી ધર્મબેકરને નિપુણ્યકની આવી સ્થિતિ જોઈ વધારે કરૂણ આવે છે. એ કરૂણાને લીધે જ એમણે ભીખારીનું મુખ બળજબરીથી ઉઘાડી એમાં “તત્વપ્રીતિકર” તીર્થજળ નાખી દીધું. છે તે પાણી અમૃત જેવું શીતળ અને સ્વાદિષ્ટ હતું. ભીખારીને આ પાણીથી ખૂબ આનંદ થયે. અલ્પ સમયમાં સ્વસ્થ બની જાય છે. એના શરીરમાં ફૂર્તિ આવી જાય છે. મુખ ઉપર ચમક દેખા દે છે. - ગુણાવહ તીર્થ જળના પ્રતાપે એ ભીખારીનું માનસ ખૂબ પ્રસન્ન બન્યું છે. હવે એ વિચારે છે કે અહે આ મહામના મહાપુરૂષની મહાપકારીતા કેવી મહાન છે? એ સજ્જનની સૌજન્યતા કેવી સુંદર છે? વિચારમાં કેટલી વિશાળતા છે? ભાવનામાં કેવી ભવ્યતા ભરેલી છે?
આ ગુણશીલ પુરૂષે અંજનના આંજવા દ્વારા મારા નયનની નિર્મળતા આણી દીધી છે. પવિત્ર તીર્થજળના પાન તારા અને માનસિક સ્વસ્થતા અપાવી છે. આવા પરેપકારક આચરણ દ્વારા આ પુરૂષ એ એક ગુણશીલ અને કરૂણાનિધિ મહાસજન પુરૂષ છે એમ રહેજે માની શકાય છે. એમાં સ્વભાવની નિખાલસતા અને સ્નેહની દૃષ્ટિ છે. છતાં આવા પાપકાર પ્રવિણ પુરૂષ પ્રતિ મેં ધૂપણની કુટિલ કલ્પના કરી તેથી હું જ અધમાધમ છું. હીનાતિહીન છું.