________________
ઉપમિતિ કથા સારોદ્વાર અને શ્રોતેન્દ્રિયના શોખને ખાતર શબ્દ રાગમાં થયેલી આસક્તિજન્ય વિડંબનાએ સ્વમુખે વર્ણવે છે.
(૮) આઠમાં પ્રસ્તાવમાં પૂર્વના સાતે પ્રસ્તાવામાં વર્ણવેલ કથાની સમીક્ષા કરવામાં આવી છે. અને સંસારી જીવ ભવચક્રના અન્ત-નાશ કરી મહાનદ પદ કેમ વરે છે તે બતાવશે.
આ રીતે આઠ પ્રસ્તાવામાં આવતા વિષયેાની આંખી રૂપરેખા જણાવી છે.
હવે ગ્રંથકારશ્રી પાતાની લઘુતા–નમ્રતા જણાવવા ખાતર એક વાત ઉપસ્થિત કરે છે.
હું આ ગ્રંથ લખી રહ્યો છું તે સ્વતંત્ર ગ્રંથ નથી પણ ઉપમિતિ” ગ્રંથનું સંક્ષેપીકરણ છે. એટલે આ ગ્રંથમાં મૂળભૂત ઉપમિતિ” ગ્રંથના કેટલાક એના એજ શ્લકે આવશે, કેટલાક અક્ષરશઃ પદો આવશે, એમ છતાં આ ગ્રંથ નાના અને એટલા ખાતર મેટા ભાગની શ્લાક રચના નવીન કરવામાં આવી છે પણ કથાના ભાવ તા એના એજ રાખ્યા છે.
ઉપાદ્ઘાતરૂપે દૃષ્ટાન્ત કથા
મહાનગરનું વર્ણન :
આ જગતમાં લેક પ્રસિદ્ધ અને અનેક આશ્ચયથી ભરપૂર અદૃષ્ટસૂલ પર્યન્ત” નામનું મહાનગર છે. એ મહાનગરને ફરતા વિશાળકાય કિલ્લા છે અને એ કિલ્લાની ચે તરફ પહેાળા પટવાળી ખાઈ રહેલી છે.