________________
ઉપમિતિ કથા સારોદ્ધાર રાજમંદિરમાં પ્રવેશ કરતાં અટકાવે છે. આથી નિપુણ્યક વિલખ થઈ ઉદાસ ચહેરે એક બાજુ ઉભું રહે છે.
ડીવારમાં “વકર્મવિવર” નામને મંત્રી આવે છે. તે દિલને દિલાવર અને સમજુ છે. ઉદાસ નિપુણ્યક ભીખારીને રાજમંદિરમાં પ્રવેશ કરવા સાનુકૂળતા કરી આપે છે. એટલે તે રંક રાજમંદિરમાં દાખલ થઈ શકે છે. રાજમંદિરની શોભા અને નિપુણ્યકની વિચારણઃ
આ મંદિર દરેક રીતે અતિ સુંદર છે. જેમાં અનેક ખંડિયા રાજાઓ, મહાઅમાત્ય, અમાત્ય, સંત્રી, સેનાપતિઓ અન્ય અધિકારી વર્ગો અને ચતુરંગસેનાના સૈનિકેથી ભરપૂર છે. '
યોગ્ય સમયે સલાહ સૂચન આપ્નારા આસ-વડિલ પુરૂષોથી યુક્ત છે. નાજુક નારી સમુહથી નયન-મનોહર બનેલ છે. મનગમતા પદાર્થોની સુંદર રચનાથી મનને ખૂબ આકર્ષ રહે છે. એ રાજમંદિરનું આકર્ષણ મનને અતિ આહૂલાદ અને પરમ શાંતિ આપે છે. વિશ્વની પ્રત્યેક સુંદર વસ્તુઓ આમાં રહેલી છે.
આવા રમણીય રાજમંદિરને જોઈ ભિક્ષુ આભે જ બની ગયે. એ તે વિચારે છે કે આવું પરમ પ્રીતિકર રાજમંદિર મેંતે કદી નિહાળ્યું નથી. મારું નામ નિપુણ્યક છે તે ખરેખર સત્ય છે. “શા નામ તથા ગુના” જેવું મારું નામ તેવો જ સાચો નિપુણ્યક છું..