________________
-
-
પ્રસ્તાવના
ભાગના ગે કેઈ દાતાર મળી જાય અને નિપુણ્યક ભીખારીના રામપાત્રમાં એઠું જુઠું ગંધાતુ ખાવાનું થોડું આપી દે એમાં તો આ ભીખારી એટલો બધો રાજી થઈ જતે કે જાણે પિતે કઈ એક રાજ્યને રાજા બની ગયો હોય
સમુદ્રમાં ઉત્પન્ન થયેલો વડવાનલ અગ્નિ પાણીથી એલવાતો નથી તેમ આ ભીખારીની ભૂખને કુત્સિત-ગંધાતું ભજન નથી ભાંગતું પણ ભૂખમાં વધારે ને વધારે કરે છે.
એટલું જ નહિ પણ ખાતર અને પાણીથી જેમ વૃક્ષ ફૂલે-ફાલે છે, તેમ આ ભીખારીના ગે તુચ્છ અને ખાવાથી દિવસે દિવસે વધતા જાય છે. તે આવી પરિસ્થિતિમાં પણ ભીખારીને રેગ વધારનાર તુરછ અન્ન પ્રત્યેની ખાવાની લાલસા જરાએ ઘટતી નથી અને સ્વાસ્થવર્ધક, સુંદર તેમજ સુસ્વાદિષ્ટ ભોજનના રસને સ્વાદ એ સ્વમમાં પણ મેળવી શકતો નથી. રાજમહેલમાં પ્રવેશ:
દીન દુઃખી અને દુર્ભાગ્ય શિરોમણિ નિપુણ્યક ભીખારી હરહંમેશ ભીખ માટે આ મહાનગરમાં રઝળ્યા કરે છે. ઘેડું મેળવે છે અને ખાય છે. આવી દયાજનક અવસ્થામાં રઝળતાં રઝળતાં કેટલાય કાળ પસાર થઈ જાય છે.
એક વેળા રઝળતાં-ભટકતાં તે ભીખારી રાજમંદિરના મુખ્ય તારણ દ્વાર ઉપર જઈ ચઢે છે. પરંતુ ત્યાં ચેકી ભરી રહેલા ઉત્કટમેહ અને મહાઅજ્ઞાન નામના સંત્રીઓ ૧. અહીં મૂળમાં દ્વારપાળ શબ્દ છે. ચોકીદાર, પહેરેદાર, ગ્રામરક્ષક - વિગેરે અર્થમાં ઘટે છે.