________________
પ્રસ્તાવના
-
-
--
--
મેટા અને ઊંડા કૂવાઓ, વિશાળ તળાવે, નાના–મેટા ઉપવને અને ઉદ્યાને આ મહાનગરની શોભામાં વધારે કરી રહ્યાં છે.
રમત ગમતમાં મસ્ત ગભરૂ બાળકના કલકલ અવાજથી આ નગર ગાજી રહ્યું છે અને ઉંચાઉંચા ધવલ મંદિરે ઠેર ઠેર શેભી રહ્યાં છે.
જે મહાનગરના મધ્ય બજારે અગણિત અને અમેય અમાપ કરીયાણુથી ઉભરાઈ રહેલી દુકાને દ્વારા શેભી રહ્યા છે.
પ્રેક્ષકવૃન્દની આંખોને આશ્ચર્યમાં ગરકાવ કરી દેનાર આ મહાનગરનું વર્ણન કરવામાં કેણ સમર્થ છે? મહારાજાનું વર્ણન : .
આ નગરમાં શ્રી સુસ્થિત” નામના મહારાજા છે. જેમના ચરણકમળની સેવા અનેક રાજાઓના સમુહ કરી રહ્યા છે. એમને ધવલ યશ ચંદ્રની સ્નાની જેમ સર્વત્ર ફેલાએલો છે. પિતાના પરાક્રમથી શત્રુ–સમૂહને પરાસ્ત કરી દીધેલ છે. સૌ પ્રાણુઓ ઉપર કરૂણાની દૃષ્ટિના કરનારા અને પ્રજાના પાલન અને રક્ષણમાં ઉદ્યમવંત છે.
ગંભીરતા, ઉદારતા, ધીરતા વિગેરે સાત્વિક ગુણ રૂપ રને માટે રેહણાચલ પર્વત સમાન છે. સૌને મહા આનંદને દેનારા છે. આવા શ્રી સુસ્થિત મંહારાજા આ નગરના સાર્વભીમ અધિપતિ છે.