________________
ઉપમિતિ કથા સારદ્વાર નિષ્પક ભીખારીઃ
આ નગરમાં નિપુણ્યક નામને એક ભીખારી વસે છે. તે બિચારે નિપુણ્યક બંધુ-સ્વજન પરિવાર વિનાને છે. બુદ્ધિને બુઠું છે. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે પરિશ્રમ • કરવાની એનામાં જરાએ શક્તિ નથી. રેગનું તે ઘર છે.
તે બિચારે ભૂખના દુઃખથી તદ્દન દુર્બલ બની ગયો છે, હાડપિંજર જે દેખાવે બની ગયું છે. એને આસરે આપનાર કેઈ નથી. આવા દુઃખોના કારણે ઉન્માદી-ગાંડા જે બની ગયે છે. સાક્ષાત્ પાપમૂર્તિ રાંક ગરીબ જે જણાય છે.
વળી ટીખળીયા મશ્કરા છોકરાઓ અને તેફાની બાળકે આ ભીખારીને પથરાના ઘા મારે છે. લાકડીયોથી મારે છે. કાછડી કાઢી નાખે છે અને આ બિચારો લાચારીથી સહન કરે છે સજજન પુરુષો માટે એ કરૂણાનું પાત્ર બની ગયું છે.
પાપી પેટના ખાતર આ નિપુણ્યક ભીખારી ભિક્ષાપાત્ર–ખપર હાથમાં લઈ આખા નગરમાં ભીખ માટે ભટકે છે. “એ મારા બાપ મને કંઈક આપ, ઓ મારી માડી એક ટુકડો આપે, ભગવાન તમારું ભલુ કરશે, આ ભીખારીને બટકું રોટલે નાખે, કેટલાય દિવસને ભૂખે . દયા કરો મા-બાપ દયા કરે” આવા આવા દીનતા ભર્યા વચને બેલે છે. કરગરે છે. તે પણ રોટલીને ટુકડો એના ભિક્ષાપાત્રમાં આવતું નથી.