________________
પ્રસ્તાવના
૧૧
વળી આનદ્યપ્રદાયી રાજમંદિરને જોઈ જેઆના હૈયા પુલિત થાય છે તેઓ શ્રી સુસ્થિત મહારાજાના પ્રીતિપાત્ર અની જાય છે.
રાજમહેલને જોઈ ભિક્ષુનુ માં મલકી રહ્યું છે. રામરાજિ વિકસ્વર બની રહી છે. નેત્રી રાજમંદિરને અનિમેષ નયને નિહાળી રહ્યાં છે. હૃદય એનું આનંદથી ઊભરાઈ રહ્યું છે. આ બધા લક્ષણે! ઉપરથી એમ જાણી શકાય છે કે નિપુણ્યક ભીખારીને આ રાજમદિર ખૂબ ગમી ગયુ છે.
આજે નિપુણ્યક ભલે દરિદ્રનારાયણની સાક્ષાત્ મૂર્તિ હાય પણ મહારાજાશ્રીની વાત્સલ્ય ભરી કરૂણા દ્રષ્ટિના કારણે ગુણુશીલ પણાને જરૂર પામશે જ. એની ઉન્નતિ અને આબાદી થશે જ.
આ પ્રમાણે મનેામન વિચારણા કરીને કરૂણાધન શ્રી. ધ એધકર નિપુણ્યક ભીખારીને ભિક્ષા લેવા માટે એલાવે છે.. શ્રી ધધકરે ભિક્ષા માટે ખેલાવેલા જાણી નિપુણ્યકને હેરાન કરનારા તાફાની છેકરાએ ભયભીત બની ભાગી જાય છે.. શ્રી ધબાધકર નિપુણ્યકને ભિક્ષા લેવાના નિયત સ્થળે જઇ દાન આપવા માટે સેવકેાને આજ્ઞા આપે છે.
ગુણવતી પુત્રી તદ્યા ।
મહાનસાધ્યક્ષ શ્રી ધ એધકરની આજ્ઞા સાંભળી એમની ગુણવતી પુત્રી તઢ્યા ત્વરિત ગતિએ “મહાકલ્યાણક” નામનુ સુંદર, સ્વાષ્ટિ અને સ્વાસ્થ્યપ્રદ પરમાન લઇ ત્યાં હાજર
થાય છે.