________________
સ્થાનકવાસી જૈન સમાજના સક્રિય કાર્યકર
શ્રી કરશનભાઈ લધુભાઈ નીસર
S. E. M.
બારવ્રત ધારી શ્રાવક જેમનું નામ દાદર ધર્મસ્થાનામાં જોડાયું છે. જેઓ અનેક ધાર્મિક સામાજીક શૈક્ષણિક, ઐધિક સંસ્થાઓમાં સક્રિયપણે સેવા આપી રહ્યા છે, દાદર સંઘના પ્રાણસમા અને મહાસ ઘના આગેવાન કાયકર, પ્રગતિકારક વિચારો ધરાવનાર એક જાગૃત અને જૈન સમાજમાં ઉગતા સિતારા પ્રગટ કરતા અનેકગણું છુપુ દાન આપનાર દાતા, ૩૦ જેટલી સંસ્થાઓમાં જોડાયેલ, સ્ત્રી શિક્ષણના હિમાયતી આત્મ નિરિક્ષણ સાથે, નિખાલસપણું અને ખેલવિલીની સાથે વિનદીપણું, માનવતાવાદી એવા લોકસેવકનાં સગુણા માટે ગૌરવ લઈએ છીએ.
હાલ તેઓ દાદર સંઘના પ્રમુખ છે, મહાસંધ મુંબઈના મંત્રી, ટ્રસ્ટી તેમજ કેનાફન્સના મંત્રી, ટ્રસ્ટી છે.