________________
૩૧
અને ઉત્થાન ગુરુના ઉપકારની અનુમોદના એવી વિકસતી ચાલી છે, અહ, સદુર્ભાગ્યે અમને કેવા ઉત્તમ ગુરુ મેળવી આપ્યા! કેવા અમને સંસાર-કારાગારમાંથી છોડાવ્યા ! કેટલે એમને નિસ્વાર્થ ઉપકાર ! ઉપકાર પણ ગજબ કેટિને ! ક્યાં એ સંસારની વિટંબણું, દુર્દશા અને જ્યાં આ લેકેત્તર બાદશાહી? આ પમાડનાર ગુરુના ઉપકારને બદલે કયાં વળે? જે આ ઉપકાર ઉપર તે આગામી જન્મ-પરંપરા મટે અને ભાવી અનંત કાળ ઉજજવળ થઈ જાય, એનું માપ શું કઢાય? તેમ આવા ગુરુ મળ્યા પછી તે ન જન્મ જ શાને લેવે પડે? આત્માને અસંગ–અકષાયી નિર્વિકાર-વિતરાગ બનાવી દે એવા ગુરુને અમને રાંક પામરને ભેટે ? બસ, શું ત્યારે આવા ગુરુ મળ્યા પછી હવે અમે કાયાની, ઇન્દ્રિયવિષયની, કે કષાય-રાગદ્વેષની માયામાં પડશું? હરગીઝ નહિ. અમારે ને એને શું લાગેવળગે? હવે તે ગુરુની જ એકસેવા–એકધ્યાન–એક્તાનમાં કાયાવિષય-કષાય સર્વના સંગ-આસક્તિ ભાવથી પર મુક્ત થઈ જઈશું...” એ આવા કેઈ, ગુરુપ્રાપ્તિની કદર–અનુમંદનાગુણનું અને શુભ મનોરથગુણનું બળ વધારનાર વિચારમાં ચડ્યા તે શુભ અધ્યવસાયનું બળ એટલું બધું વધી ગયું, એટલું બધું વધી ગયું, કે રસ્તામાં ને રસ્તામાં જ ઊંચા શુકલધ્યાનની ધારામાં ચઢયા ! ક્ષપકશ્રણ લગાવી! ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા ! વીતરાગ સર્વજ્ઞ બન્યા !