________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 023 નિરપરાધી ત્રસજીવો છે). વિષયને જાણ્યા પછી આગમથી વિરુદ્ધ એવા મન-વચન અને ચેષ્ટાનો ત્યાગ કરવા દ્વારા તે વ્રતને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરાય. અણુવ્રતને ગ્રહણ કરતા પહેલાનો જીવનો એક પ્રકારનો વિશિષ્ટ ગુણ પ્રયત્ન છે. ત્યારબાદ પ્રયત્નથી યોગ્યતા પ્રાપ્ત કરેલા શ્રાવકને અણુવ્રતનું ગ્રહણ થાય છે, તે તે અણુવ્રતમાં જે કરવાનું હોય તેનો સ્વીકાર કરવો અર્થાત્ પ્રતિજ્ઞા કરવી તેને અણુવ્રત ગ્રહણ કર્યું એમ કહેવાય છે, ત્યારપછી અણુવ્રતને સ્વીકારનાર શ્રાવકે તે અણુવ્રતની ક્રિયા, અનુકૂળ માર્ગને આચરવા દ્વારા તે વ્રતનું રક્ષણ એટલે પાલન કરવાનું હોય છે. આ અનુપાલન તે શ્રાવકે પ્રતિદિન હંમેશ માટે રોજેરોજ આચરવા યોગ્ય શિષ્ટાચાર સ્વરૂપ છે, જેમકે સવારે ઊઠતી વખતે નવકાર મહામંત્ર ગણવો વગેરે. રક્ષણની પછી ઉપાય સેવવાનો હોય છે. તે વ્રતનું જ સતત પાલન ચાલુ રહે તેવી પરલોકને અવિરુદ્ધ, શાસ્ત્રને સંમત વિશિષ્ટ નીતિ તે ઉપાય છે. જેમકે શ્રાવકે (લાભોચિત5) પોતાની આવકને અનુસાર ધનને દાન-ભોગ-નિધિ-વેપાર આદિમાં નિપુણતાપૂર્વક વિભાજિત કરવું, આવી વિશિષ્ટ નીતિઓ તે ઉપાય છે. આ ઉપાયાદિને કેવી રીતે જાણવા તે કહે છે મારવક્તમામ ઉંદરી '= કુંભારના ચક્રને ભમાવનાર દંડનું આમાં ઉદાહરણ છે, જેમકે સર્વ પણ લૌકિક પરીક્ષકો વડે જણાય છે કે પ્રતિક્ષણ ભ્રમણ કરતા કુંભારના ચક્રના બધા જ અવયવો અર્થાત્ આખું ય ચક્ર એ તેના જુદા જુદા કોઇપણ ભાગમાં રહેલા, ભ્રમણના કારણભૂત દંડથી ઉત્પન્ન થયેલા વેગ નામના સંસ્કારથી જ રોકાયા સિવાય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમ આ ઉપાય, રક્ષણ વગેરે પાંચે ય બાબતો સૂત્રથી જ પ્રવર્તે છે. એમ આ ચક્રને ભ્રમણ કરાવનાર દંડના ઉદાહરણથી ‘થીર્દિ = વિદ્વાન પુરુષોએ જાણવું. આમ કહેવા દ્વારા જણાવે છે કે વ્રતના પરિણામ અને પાલનની ઇચ્છાવાળા શ્રાવકે સર્વ પ્રકારે આગમમાં જ પ્રયત્ન કરવો જોઇએ. જે રૂ૪ મે 2/34 આથી જ કહે છે : गहणादुवरि पयत्ता, होइ असन्तो वि विरइपरिणामो। अकुसलकम्मोदयओ, पडइ अवण्णाइ लिंगमिह // 35 // 1/35 છાયા :- પ્રદUTIઉપર પ્રયત્નાર્ મવતિ સનપિ વિરતિપરિણામ: | अकुशलकर्मोदयतः पतति अवज्ञादि लिङ्गमिह // 35 // ગાથાર્થ :- વ્રતને ગ્રહણ કર્યા પછી પ્રયત્ન કરવાથી પહેલા નહિ જાગેલો પણ વિરતિનો પરિણામ જાગે છે. અને અશુભકર્મના ઉદયથી પહેલા જાગેલો પણ વિરતિનો પરિણામ પડી જાય છે. વિરતિ પરિણામના પતનનું લિંગ અવજ્ઞાદિ છે. ટીકાર્થ :- " હુવર'= અણુવ્રતને ગ્રહણ કર્યા પછી “પત્તા'= સૂત્રથી ઉત્પન્ન થયેલા, વિશિષ્ટ ક્રિયાના કારણભૂત અપ્રમાદથી ‘સન્તો વિ'= પૂર્વ અવસ્થામાં (વ્રતને ગ્રહણ કરતી વખતે) અવિદ્યમાન એવો પણ ‘વિરડું પરિણામો'= દેશવિરતિનો પરિણામ ‘હોટ્ટ'= થાય છે. ‘મસત્રમ્પો યો'= દેશચારિત્રાવરણીય કર્મના ઉદયથી ‘પs'= પૂર્વાવસ્થામાં વિદ્યમાન હોવા છતાં પડી જાય છે. ‘મવUU'= અનાદર કરવો તે અવજ્ઞા કહેવાય. આદિ શબ્દથી અબહુમાન આદિનું ગ્રહણ થાય છે. તે અવજ્ઞાદિ’ ‘રૂ = આ દેશવિરતિના પ્રસ્તુત પરિણામના પતનમાં ‘ત્નિ'= ચિહ્ન જાણવું. / રૂ ૨/રૂપ