________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 377 वोसठ्ठचत्तदेहो, उवसग्गसहो जहेव जिणकप्पी। एसण अभिग्गहीया, भत्तं च अलेवडं तस्स // 852 // 18/6 છાયાઃ- વ્યુત્કૃષ્ટત્યm: ૩પસffસદો ચર્થવ લિનત્પી | एषणा अभिगृहीता भक्तं च अलेपकृतं तस्य // 6 // ગાથાર્થ:- કાયાને વોસિરાવી દીધી હોય તેમજ તજી દીધી હોય, જિનકલ્પી સાધુની જેમ ઉપસર્ગને સહન કરવામાં સમર્થ હોય, સાત પિડેષણામાંથી બે એષણાથી ભોજન-પાણી ગ્રહણ કરવાનો અભિગ્રહ કરતા હોય, અને અપકૃત ભોજન કરતા હોય. ટીકાર્થ :- ‘વોસટ્ટ= શરીરનું કોઈપણ જાતનું પરિકર્મ અર્થાત્ સારસંભાળ કરે નહિ એ રીતે શરીરને વોસિરાવી દીધું હોય. ‘વો '= શરીરને ત્યજી દીધું હોય અર્થાત્ શરીર ઉપરનું મમત્વ ત્યજી દીધું હોય. વફ|સદો'= દેવકૃત, મનુષ્યકૃત, તિર્યંચકૃત અને આત્માકૃત એમ ચાર પ્રકારના ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ હોય. ‘ગદેવ'= જેમ ‘નિશ્ચિપ્પી'= જિનકલ્પને સ્વીકારનાર સાધુ-તેની જેમ ઉપસર્ગને સહન કરનાર હોય. ‘ઇસ'= સાત પ્રકારની એષણા | (1) અસંસૃષ્ટા= ગૃહસ્થના નહિ ખરડાયેલા પાત્રથી કે હાથથી ભિક્ષા લેવી. (2) સંસૃષ્ટા= ગૃહસ્થના ખરડાયેલા પાત્રથી કે હાથથી ભિક્ષા લેવી. (3) ઉદ્ધતા-ગૃહસ્થ પોતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલા આહારને બીજા વાસણથી લેવો. (4) અલ્પલેપા= લેપરહિત પૌંઆ વગેરે લેવું. (5) અવગૃહીતા= ભોજન વખતે થાળીમાં પીરસેલું ભોજન તે થાળીથી જ લેવું (6) પ્રગૃહીતા= ભોજન વખતે પીરસવા માટે કે ખાવા માટે હાથમાં લીધેલું ભોજન લેવું. (7) ઉક્ઝિતધર્મા= જે આહાર ગૃહસ્થ તજી દેવાનો હોય તે લેવો. આ સાત એષણામાંથી પહેલી બે એષણા વડે ખપતું નથી. પાછળની પાંચ એષણાથી ખપે છે. તે પાંચમાંથી પણ વિવક્ષિત દિવસે તો એક એષણા વડે ભોજન અને એક એષણા વડે પાણીને ગ્રહણ કરવાનો ‘મારીયા' અભિગ્રહ કરનાર હોય. ‘મત્ત ત્ર'= ભોજન ‘મત્રેવ'= શાસ્ત્રસિદ્ધ અલેપકૃત ‘ત'= તેમને હોય. // 862 / 28/6 गच्छा विणिक्खमित्ता, पडिवज्जइ मासियं महापडिमं / दत्तेग भोयणस्सा, पाणस्स वि एग जा मासं // 853 // 18/7 છાયાઃ- Iછી વિનમ્ય પ્રતિપદ્યરે માસ મહાપ્રતિમાન્ दत्तिरेका भोजनस्य पानस्यापि एका यावन्मासम् // 7 // ગાથાર્થ :- ગચ્છમાં જ પરિકર્મમાં ઘડાઈ ગયેલા તે મહાત્મા ગચ્છમાંથી નીકળીને પહેલી માસિક મહાપ્રતિમાને સ્વીકારે છે. તેમાં એક મહિના સુધી ભોજનની એક દત્તિ અને પાણીની એક દત્તિ હોય છે. દત્તિ એટલે અવિચ્છિન્નપણે ધાર તૂટ્યા વિના એક વખતે પાત્રમાં જેટલું પડે તેટલું જ લેવાનું. ટીકાર્થ:- ‘ચ્છ'= સમુદાયમાંથી વિવિFર્વામિત્તા'= નીકળીને ‘પકિવન્નડ્ડ'= સ્વીકારે છે. ‘માસિય'= માસિકી (=એક માસ સુધી પાળવાની)- “એક મહિના વડે નિવૃત્તા (= બનેલી) તે માસિકી” એમ વ્યુત્પત્તિ