Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 434
________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 405 માટે જ પ્રયત્ન કરે છે. (=મોક્ષ માટે જ ધર્મ કરે છે.) કરે. મોક્ષ માટે પ્રયત્ન આગમોક્ત વિધિથી જ કારણ કે આગમ સિવાય બીજા આલંબનમાં અનાભોગ કારણ છે. (અર્થાતુ આગમ સિવાય બીજું આલંબન લેવામાં અજ્ઞાનતા કારણ છે. જ્યાં અજ્ઞાનતા હોય ત્યાં મોક્ષ માટે પ્રયત્ન ન થઈ શકે. માટે આગમનું આલંબન લઈને આગમોક્ત વિધિથી જ તપ કરવો જોઈએ). / 122 / ૨૬/ર૬ एवं पडिवत्तीए, एत्तो मग्गाणुसारिभावाओ। चरणं विहियं बहवो, पत्ता जीवा महाभागा // 923 // 19/27 एवं प्रतिपत्त्या इतो मार्गानुसारिभावात् / चरणं विहितं बहवः प्राप्ता जीवा महाभागाः // 27 // દેવતાના ઉદ્દેશથી (=દેવતાની આરાધના માટે) કરાતો આ તપ સર્વથા નિષ્ફળ છે કે કેવળ આ લોકનું જ ફળ આપે છે એવું નથી, કિંતુ ચારિત્રનું પણ કારણ છે. આથી તપ ચારિત્રનું કારણ છે એ વિષયને જણાવતાં ગ્રંથકાર કહે છે - ગાથાર્થ-ટીકાર્થ- શુભ અનુષ્ઠાનોમાં (=ધર્મક્રિયામાં) વિપ્નો ન આવે ઇત્યાદિ હેતુથી સાધમિક દેવતાઓની તપ રૂપ આરાધનાથી અને જેનું સ્વરૂપ પૂર્વે (૨૬મી) ગાથામાં જણાવ્યું છે તે કષાય આદિના નિરોધની પ્રધાનતાવાળા તપથી માર્ગાનુસારી ભાવ= મોક્ષમાર્ગને અનુકૂળ અધ્યવસાય થાય છે. માર્ગાનુસારી ભાવથી ઘણા મહાનુભાવ જીવો આસોપદિષ્ટ ચારિત્રને પામ્યા છે. || 123 || 26/27 सव्वंगसुंदरो तह, निरुजसिहो परमभूसणो चेव। आयइजणगो सोहग्गकप्परुक्खो तहण्णोऽवि // 924 // 19/28 सर्वाङ्गसुन्दरस्तथा निरुजशिखः परमभूषणश्चैव / માતિન: સૌમાત્પવૃક્ષ: તથાડચોfપ 28 पढिओ तवो विसेसो अण्णेहिं वि तेहिं तेहिं सत्थेहि। मग्गपडिवत्तिहेऊ हंदि विणेयाणुगुण्णेणं // 925 // 19/29 पठितस्तपोविशेषोऽन्यैरपि तेषु तेषु शास्त्रेषु / માપ્રતિપત્તિદેતુઃ ટૂં િવિયાનુપુષ્યન / 26 છે. ગાથાર્થ :- સર્વાંગસુંદર, નિરુશિખ, પરમભૂષણ, આયતિજનક, સૌભાગ્ય આ તપો છે. તથા બીજાં પણ વિશેષતપો બીજાઓએ તે તે શાસ્ત્રમાં કહ્યાં છે. આ તપો નવા અભ્યાસી જીવોની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ જાણવા. (28-29) ટીકાર્ય :- જે તપથી સર્વ અંગો સુંદર થાય તે સર્વાંગસુંદર. જે તપનું મુખ્ય ફળ રોગનાશ છે તે નિરુજશિખ, જે તપથી ઉત્તમ આભૂષણો મળે તે પરમભૂષણ. જે તપ ભવિષ્યમાં ઇષ્ટફળ આપે તે આયતિજનક. જે તપ સૌભાગ્ય મેળવવામાં કલ્પવૃક્ષ સમાન છે તે સૌભાગ્યકલ્પવૃક્ષ. આ તપો નવા અભ્યાસી જીવોની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ છે. મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ વ્યવહારથી મોક્ષમાર્ગ જ છે. પૂર્વપક્ષ- આ તપો અભિધ્વંગ(=રાગ) વાળા હોવાથી મુક્તિમાર્ગ નથી. ઉત્તરપક્ષ :- કોઈક નવા અભ્યાસી જીવો એવા હોય છે કે જે પ્રારંભમાં અભિવૃંગવાળા અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, અર્થાતુ અભિવૃંગથી સંસારસુખના રાગ આદિથી અનુષ્ઠાનમાં જોડાય છે, પણ પછી (મોક્ષ આદિનું જ્ઞાન થતાં) અભિવૃંગ રહિત અનુષ્ઠાન પામે છે. આથી તેવા જીવોને આ તપ મોક્ષમાર્ગ

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441