Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 437
________________ 408 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद ઇન્દ્રિયજય વગેરે તપોનો નિર્દેશ ગાથાર્થ ઇંદ્રિયવિજય, કષાયમથન, યોગશુદ્ધિ ઇત્યાદિ તપો પણ છે, કયો તપ કેવી રીતે કરવો અને કેટલા દિવસનો છે તે તપની આચરણા અનુભવી લોક પાસેથી જાણી લેવું. ટીકાર્થ :- ઇંદ્રિયવિજય વિશેષ પ્રકારનો તપ છે. તેનો અન્વર્થ (=નામ પ્રમાણે થતો અર્થી પ્રસિદ્ધ છે. તથા કષાયમથન તપનો પણ અન્વર્થ સ્પષ્ટ જ છે. જેનાથી મન-વચન-કાયાના વ્યાપારો નિર્દોષ બને તે યોગશુદ્ધિ તપ. આ તપનું સ્વરૂપ આચરણાથી જાણી લેવું. તે આ પ્રમાણે-ઇંદ્રિયવિજયમાં એક ઇંદ્રિયને આશ્રયીને પુરિમઢ, એકાસણું, નીવિ, આયંબિલ અને ઉપવાસ એ પાંચ તપની એક ઓળી કરવી. એ પ્રમાણે બીજી ચાર ઇંદ્રિયોને આશ્રયીને એક એક ઓળી કરવી. આમ ઇંદ્રિયવિજય તપમાં પચીશ દિવસો થાય. કષાયમથન તપમાં એક કષાયને આશ્રયીને એકાસણું, નીવિ, આયંબિલ અને ઉપવાસ એ ચાર તપની એક ઓળી કરવી એ પ્રમાણે બીજા ત્રણ કષાયોને આશ્રયીને ત્રણ ઓળી કરવી. આમ કષાયમથન તપમાં સોળ દિવસો થાય. યોગશુદ્ધિ તપમાં નીવિ,આયંબિલ અને ઉપવાસ એ ત્રણની એક ઓળી એવી ત્રણ ઓળી એક એક યોગને આશ્રયીને કરવી. આ તપમાં નવ દિવસો થાય. આદિ શબ્દથી અષ્ટકર્મસૂદન, તીર્થકર માતુ, સમવરણ તપ, નંદીશ્વર, પુંડરીક, અક્ષયનિધિ, સર્વસૌખ્યસંપત્તિ વગેરે તો સમજવા. તેનો વિધિ વગેરે આ પ્રમાણે છે. અષ્ટકર્મસૂદન તપમાં ક્રમશઃ ઉપવાસ, એકાસણું, એક દાણાનું ઠામ ચોવિહાર આયંબિલ, એકલઠાણું, એકદત્તિ આયંબિલ, નીવિ,આયંબિલ, આઠ કોળિયાનું એકાસણું એ આઠ તપની એક ઓળી એવી આઠ ઓળી કરવી. આમ આ તપ 64 દિવસે પૂર્ણ થાય. ભાદરવા માસમાં તીર્થંકરની માતાની પૂજાપૂર્વક સાત એકાસણાથી તીર્થકર માતૃતપ થાય છે. ભાદરવા માસમાં જ સમવસરણની પૂજાપૂર્વક એકાસણું, નીવિ, આયંબિલ અને ઉપવાસ એ ચારમાંથી શક્તિ પ્રમાણે કોઈ એક તપ 16 દિવસ સુધી કરવો. એ પ્રમાણે ચાર ભાદરવા માસમાં ચોસઠ દિવસોથી આ તપ પૂર્ણ થાય. અમાવસ્યામાં પટમાં આલેખેલા નંદીશ્વર જિનચૈત્યની પૂજા પૂર્વક ઉપવાસ આદિ કોઈ તપ કરવો એ નંદીશ્વર તપ છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી પુંડરીક ગણધરની પૂજા પૂર્વક ઉપવાસ આદિ કોઈ તપ કરવો એ પુંડરીક તપ છે. જિનબિંબ સમક્ષ કળશ સ્થાપીને તેમાં પ્રતિદિન એક મુઠી ચોખા નાખવાથી જેટલા દિવસે તે કળશ ચોખાથી પૂર્ણ ભરાય તેટલા દિવસ એકાસણું વગેરે તપ કરવો એ અક્ષયનિધિ તપ છે. એક એકમમાં, બે બીજમાં, ત્રણ ત્રીજમાં, એમ યાવતું પંદર પૂર્ણિમામાં ઉપવાસ કરવો એ સર્વ સૌખ્યસંપત્તિ તપ છે. આ પ્રમાણે બીજાં પણ તપો છે. | 124 / 26/38 चित्तं चित्तपयजुयं, जिणिंदवयणं असेससत्तहियं / परिसुद्धमेत्थ किं तं, जं जीवाणं हियं णत्थि?॥९३५ // 19/39 चित्रं चित्रपदयुतं जिनेन्द्रवचनमशेषसत्त्वहितम् / परिशुद्धमत्र किं तवज्जीवानां हितं नास्ति ? // 39 // આ તપો આગમમાં દેખાતા નથી એવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ :- જિનાગમ અભુત, અથવા અનેક પ્રકારનું છે. જિનાગમ વિવિધ પદોથી યુક્ત, સઘળા જીવોને હિતકારક-ઉપકારક અને પરિશુદ્ધ(=નિર્દોષ) છે. જીવોને જે હિતકર છે જિનાગમમાં તે શું નથી ? ટીકાર્થ :- અભુત જિનાગમમાં અનેક અતિશયો કહેલા હોવાથી જિનાગમ અદ્ભુત છે. અનેક પ્રકારનું-અંગશ્રુત અને અંગબાહ્યશ્રુત આદિ ભેદોથી અનેક પ્રકારનું છે.

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441