________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 411 તપ તેજથી સૂર્યની જેવા પ્રસિદ્ધ શ્રી જિનચંદ્રસૂરીશ્વર નામના શ્રેષ્ઠ શિષ્ય છે. (2) ભવ્યજીવોને બોધ કરવામાં તત્પર, વિરના જેવા સ્થિર, આગમના જાણકાર શ્રી અભયદેવસૂરીશ્વર નામના તેમના બીજા પણ ઉત્તમભવ્ય શિષ્ય છે. (3) તથા દેઢધર્મી, ધર્મની રૂચિવાળા, ધર્મના ઉપદેશક મુનિ શ્રી ધર્મદેવઉપાધ્યાયજી તેમના શિષ્ય છે. (4) શ્રી લાદેશમાં શુદ્ધવંશી લોકોથી સમૃદ્ધ, જિનમંદિરોથી સમૃદ્ધ, રત્નનો જાણે સમુદ્ર હોય, એવું વટપદ્ર નામનું નગર છે, જ્યાં રત્નસમુદ્ર નામનો રાજા છે. (5) તે નગરમાં શ્રદ્ધાળુ, દઢ સમ્યકૃત્વવાળો, વિચક્ષણતા ગુણથી યુક્ત જીવાદિ પદાર્થોનો જ્ઞાતા, ધનધાન્યથી આડ્ય, નિર્મળચિત્તવાળો અમ્મ નામનો શ્રેષ્ઠ શ્રાવક અમાત્ય વસે છે જેણે આ મનુષ્યલોકમાં યુવાની, ધન, ધાન્ય વગેરેને અનિત્ય જાણીને પરલોક સંબંધી ધર્મકાર્યો કરવા દ્વારા પોતે કૃતકૃત્ય થયો છે. (6-7) તેની હોલ્લા નામની પત્ની છે જે સ્થિર સ્વભાવવાળી, સંસારભાવનાથી ભાવિત, નિર્મળ ચિત્તવાળી, સંવેગમાં તત્પર, સત્યવક્તા, વિનયી, જિનપૂજાના કર્તવ્યમાં રક્ત, ગુરુસાધુને દાન આપવામાં તત્પર ધર્મમાં જ રાગી, તપ અને સંયમમાં ઉદ્યમી, દાનની રુચિવાળી, રૂપવતી સ્વભાવથી જ કરુણાસભર ચિત્તવાળી અને જિનવચનથી ભાવિત મતિવાળી છે. (8-9-10) જ્ઞાનદાનના રાગી બનેલા કલિકાલમાં ધર્મ એ જ મોટામાં મોટો પરોપકાર છે. એમ જાણીને શ્રુતજ્ઞાન ઉપરના આદરથી નિર્જરાને માટે તે અમે અમાત્યે પાપનો નાશ અને સંસારનો ઉચ્છેદ કરનારી યશકીર્તિ જેવા ઉજ્વળ વર્ણવાળી સૂત્રસહિત શ્રી પંચાલકસૂત્રની વૃત્તિ લખાવી છે. (11-12-13) જ્યાં સુધી મેરુપર્વતની શિખા છે, જ્યાં સુધી ચંદ્રસૂર્ય પોતપોતાના માંડલામાં ભ્રમણ કરે છે, જ્યાં સુધી ગ્રહ અને નક્ષત્રો છે. ત્યાં સુધી આ પુસ્તક વૃદ્ધિ પામો. (14) શ્રુતજ્ઞાનના દાનથી મનુષ્ય નિક્ષે અત્યંત કૃતાર્થ થાય છે, લોકમાં પ્રશંસાને પામે છે અને કદી પણ આપત્તિને પામતો નથી. (15) જ્ઞાન વડે મનુષ્યલોકમાં જીવ સર્વપદાર્થોનો જ્ઞાતા બને છે, પૂજનીય બને છે, અને યશને વરેલો પ્રશંસનીય બને છે. (16) - જિનેશ્વરભગવંતે પ્રરૂપેલું જ્ઞાન વિવેકને ઉત્પન્ન કરે છે, વળી તે મોક્ષસુખનું પ્રધાન કારણ છે, અને એકમાત્ર તે જ નરકગતિનું નિવારણ કરનાર છે. (17) જ્ઞાનનું દાન કરનાર મનુષ્ય કદાપિ અપયશના કલંકને પ્રાપ્ત કરતો નથી. શ્રુતજ્ઞાનના દાન વડે નિર્વિકલ્પ સંસારના વિસ્તારને ઉલ્લંઘી જાય છે. (18) જ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિથી આશ્રવનો નિરોધ થાય છે,આશ્રવનો નિરોધ થવાથી સંવર થાય છે અને સંવરથી વિપુલ તપ થાય છે. (19) તપનું ફળ નિર્જરા છે, નિર્જરાથી કર્મનો ક્ષય થાય છે. કર્મના ક્ષયથી જીવ સિદ્ધ, બુદ્ધ અને શાશ્વત બને છે. (20) શ્રી હરિભદ્રસૂરિવિરચિત શ્રી પંચાશકસૂત્રની શ્રીયશોભદ્રસૂરિવિરચિત ટીકાનો ભાવાનુવાદ કરવામાં મારા મંદ ક્ષયોપશમના કારણે જિનાજ્ઞાથી વિરુદ્ધ તેમજ શ્રી ગ્રંથકારમહર્ષિ અને શ્રી ટીકાકાર મહર્ષિના આશય વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડ. || શ્રી II || શુભ ભવતુ // | શ્રી .