________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 409 વિવિધ પદોથી યુક્તઃ- વિવિધ અર્થોનું પ્રતિપાદન કરનારા શબ્દોથી યુક્ત છે. સઘળા જીવોને હિતકારક :- ભવ્ય જીવોની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગને સ્વીકારવાના ઉપાયોને જણાવનાર હોવાથી સઘળા જીવોને હિતકારક= ઉપકારક છે. પરિશુદ્ધ :- સુવર્ણની જેમ કષ, છેદ અને તાપથી નિર્દોષ છે. આ પ્રમાણે જીવોને જે હિતકર હોય અને જિનાગમમાં ન હોય તે શું છે? અર્થાતુ જીવોને જે હિતકર હોય તે બધું જ જિનાગમમાં છે આથી આ તપ (વર્તમાનકાળમાં) દેખાતા આગમમાં ઉપલબ્ધ થતો ન હોય તો પણ ઉપલબ્ધ છે એમ સમજવું. કારણ કે આ તપ તેવા પ્રકારના લોકોને હિતકર છે. / ૧ર૬ / 26 / રૂ૫ सव्वगुणपसाहणमो,णेओ तिहि अट्ठमेहि परिसुद्धो। दसणनाणचरित्ताण एस रेसिंमि सुपसत्थो // 936 // 19/40 सर्वगुणप्रसाधनो ज्ञेयः त्रिभिरष्टमैः परिशुद्धः / दर्शनज्ञानचारित्राणामेषः निमित्तं सुप्रशस्तः // 40 // દર્શન-જ્ઞાન-ચારિત્ર તપનું વર્ણન ગાથાર્થ-ટીકાર્થ :- દર્શન-જ્ઞાન-ચારિત્ર નિમિત્તે ત્રણ અઠ્ઠમોથી તપવિશેષ થાય છે. આ તપ સર્વગુણોને લાવનાર, નિર્દોષ અને અતિશય શુભ છે. આમાં એક અઠ્ઠમ દર્શનગુણની શુદ્ધિ માટે છે. એ પ્રમાણે બીજા બે અઠ્ઠમ જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ માટે છે. / 636 / 26 | 40 एएसु वट्टमाणो, भावपवित्तीऍबीयभावाओ। सुद्धासयजोएणं, अनियाणो भवविरागाओ // 937 // 19/41 एतेषु वर्तमानो भावप्रवृत्त्या बीजभावात् / शुद्धाशययोगेन अनिदानो भवविरागात् // 41 // સર્વાંગસુંદર આદિ તપોમાં જીવ (મને સુંદર શરીર મળે ઇત્યાદિ) નિદાન સહિત પ્રવૃત્તિ કરે છે, આથી આ તપો કરવા યોગ્ય નથી એવી શંકાને દૂર કરવા આ તપોમાં પ્રવૃત્તિ કરનાર જીવનિદાન રહિત છે તે જણાવે છે ગાથાર્થ :- (મવિપવિત્ત =) બહુમાનપૂર્વકની ક્રિયાથી આ તપોમાં પ્રવર્તતો જીવ (સુદ્ધાસનો ) શુદ્ધાશયના સંબંધથી બોધિબીજ થવાથી અને ભવવિરાગ થવાથી નિદાનરહિત છે. ટીકાર્થ :- આ તપોમાં પ્રવૃત્તિ કરતો જીવ બહુમાનપૂર્વક ક્રિયા કરે છે આથી નિદાન રહિત છે. કારણ કે બહુમાનપૂર્વકની ક્રિયાથી શુભાશય= શુભ અધ્યવસાય થાય છે. શુભ અધ્યવસાયથી બોધિબીજ અને સંસારનિર્વેદ થાય છે. આથી આ તપો સંસારનિર્વેદ વગેરેનું કારણ થાય છે. જે સંસારનિર્વેદ વગેરેનું કારણ હોય તે બોધિ આદિની માગણીની જેમ નિદાન નથી. ઉક્ત તપો કેટલાક જીવોને સંસારનિર્વેદ આદિના હેતુઓ હોવાથી નિદાન રહિત છે. તે શરૂથી 26/42 विसयसरूवणुबंधेहिं तह य सुद्धंजओ अणट्ठाणं। णिव्वाणगं भणियं, अण्णेहिवि जोगमग्गंमि // 938 // 19/42 विषयस्वरूपानुबन्धरू षु तथा च शुद्धं यतोऽनुष्ठानम् / निर्वाणाङ्गं भणितमन्यैरपि योगमार्गे // 42 //