Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 433
________________ 404 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद ગાથાર્થ-ટીકાર્થ- લોકરૂઢિ પ્રમાણે રોહિણી આદિ દેવતાને ઉદ્દેશીને કરવામાં આવતા રોહિણી આદિ બીજાં પણ વિવિધ તપો છે. આ તપો વિષયાભ્યાસ રૂપ હોવાથી મુગ્ધ લોકોને અવશ્ય હિતકર જાણવા. / 121 | 26/23 रोहिणि अंबा तहमंदउण्णया सव्वसंपयासोक्खा। सुयसंतिसुरा काली, सिद्धाईया तहा चेव // 920 // 19/24 रोहिणी अम्बा तथा मन्दपुण्यिका सर्वसम्पत्सौख्याः / / श्रुतशान्तिसुरा काली सिद्धायिका तथा चैव // 24 // દેવતાઓને જ જણાવતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-ટીકાર્થ- રોહિણી, અંબા, મંદપુષ્યિકા, સર્વસંપતુ, સર્વસૌખ્યા, શ્રુતદેવતા, શાંતિદેવતા, કાલી, સિદ્ધાયિકા આ (નવ) દેવતા છે. 120 || 26/24 एमाइदेवयाओ, पडुच्च अवऊसगा उजे चित्ता। णाणादेसपसिद्धा, ते सव्वे चेव होंति तवो // 921 // 19/25 एवमादिदेवताः प्रतीत्य अपवसनानि तु ये चित्राः / नानादेशप्रसिद्धास्ते सर्वे चैव भवन्ति तपः // 25 // ગાથાર્થ- આ નવ વગેરે દેવતાની આરાધના માટે જે વિવિધ તપો જુદા જુદા દેશમાં પ્રસિદ્ધ છે, તે બધા તપ છે. ટીકાર્થ- તેમાં રોહિણી તપમાં સાત વર્ષ અને સાત મહિના સુધી રોહિણી નક્ષત્રના દિવસે ઉપવાસ કરવો અને વાસુપૂજ્યચિનની પ્રતિમાની પ્રતિષ્ઠા અને પૂજા કરવી. અંબા તપમાં પાંચ પાંચમમાં એકાસણું વગેરે તપ કરવો અને નેમિનાથ ભગવાનની તથા અંબિકાદેવીની પૂજા કરવી. શ્રુતદેવતા તપમાં અગિયાર અગિયારસમાં ઉપવાસ, जत्थ कसायनिरोहो, बंभं जिणपूयणं अणसणं च। सो सव्वो चेव तवो, विसेसओ मुद्धलोयंमि // 922 // 19/26 यत्र कषायनिरोधो ब्रह्म जिनपूजनमनशनं च / तत्सर्वं चैव तपो विशेषतो मुग्धलोके // 26 // હવે દેવતાના ઉદ્દેશથી (=દેવતાની આરાધના માટે) કરાતા ઉક્ત તપને તપ કેવી રીતે કહેવાય ? એવી આશંકા કરીને કહે છે ગાથાર્થ- જે તપમાં કષાયનો નિરોધ થાય, બ્રહ્મચર્યનું પાલન થાય, જિનપૂજા અને ભોજનનો ત્યાગ થાય તે સર્વ તપ છે, મુગ્ધલોકોમાં વિશેષરૂપે તપ છે. ટીકાર્થ:- પહેલીવાર તપમાં પ્રવૃત્તિ કરનાર મુગ્ધલોક તે પ્રમાણે-દેવતા વગેરેના ઉદ્દેશથી (= પુણ્યબંધ માટે) પ્રવૃત્ત થાય. પછી અભ્યાસ થવાના કારણે કર્મક્ષય માટે પણ તપમાં પ્રવૃત્તિ કરે, તે શરૂઆતથી જ મોક્ષ માટે પ્રવૃત્તિ કરવા સમર્થ બનતો નથી. કારણ કે અજ્ઞાન છે= મોક્ષ વગેરેના યથાર્થ જ્ઞાનથી રહિત છે. જ્યારે સબુદ્ધિ જીવો આ તપનું વિધાન મોક્ષ માટે જ છે એવી બુદ્ધિથી જ તપ કરે છે. કહ્યું છે કે- મોક્ષાર્થવ તુ યતે વિશિષ્ઠમતિરુત્તમ: પુરુષ: (તત્ત્વાર્થાધિગમ સંબંધકારિકા ગાથા-૫ ઉત્તરાર્ધ)= વિશિષ્ટ મહિમાન પુરુષ મોક્ષ

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441