________________ 402 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद ગાથાર્થ-ટીકાર્થ- મોક્ષ એટલે અંતક્રિયા. શ્રી આદિનાથ છ ઉપવાસથી, શ્રી વીરજિન છઠ્ઠથી અને બાકીના જિનો માસખમણથી મોક્ષમાં ગયા હતા. // 122 // 26/6 अट्ठावयचंपोज्जितपावासंमेयसेलसिहरेसु / उसभवसुपुज्जनेमीवीरो सेसा य सिद्धिगया // 913 // 19/17 अष्टापद-चम्पो-ज्जयन्त-पापा-सम्मेत-शैलशिखरेषु / કૃષમ-વાસુપૂર્ચ-નીમ-વીર: શેષા સિદ્ધિ માતા: || 7 || હવે પ્રસંગથી તીર્થકરો જે સ્થાનમાં નિર્વાણ પામ્યા તે સ્થાનને જણાવવા માટે કહે છે. ગાથાર્થ-ટીકાર્થ- શ્રી આદિનાથ, વાસુપૂજ્ય સ્વામી, નેમિનાથ અને વીરજિન અનુક્રમે અષ્ટાપદ પર્વત, ચંપાનગરી, ઉદ્યત(=ગિરનાર) પર્વત અને પાવાપુરી નગરીમાં અને બાકીના જિનો સમેત પર્વતના શિખર ઉપર મોક્ષ પામ્યા છે. || 13 / 26/17 चंदायणाइ य तहा, अणुलोमविलोमओ तवो अवरो। भिक्खाकवलाण पुढो, विणणेओ वुड्डिहाणीहिं // 914 // 19/18 चन्द्रायणादि च तथा अनुलोम-विलोमतः तपोऽपरम् / भिक्षाकवलानां पृथग् विज्ञेयो वृद्धिहानिभिः // 18 // ચાંદ્રાયણતપનું વર્ણનગાથાર્થ- અનુક્રમથી અને વિપરીતક્રમથી ભિક્ષાની કે કોળિયાની વૃદ્ધિહાનિથી ચાંદ્રાયણ તપ થાય છે. ટીકાર્થ - આદિ શબ્દથી આગમમાં પ્રસિદ્ધ ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા, રત્નાવલી, કનકાવલી, લઘુસિંહનિષ્ક્રીડિત, મહાસિનિષ્ક્રીડિત, આયંબિલ વર્ધમાન, ગુણરત્ન સંવત્સર, સપ્તસપ્તમિકા આદિ ચાર પ્રતિમા, કલ્યાણક વગેરે તપોનું ગ્રહણ કરવું. || 124 / 21/18 सुक्कंमि पडिवयाओ, तहेव वुड्डीऍ जाव पण्णरस। पंचदसिपडिवयाहिं, तो हाणी किण्हपडिवक्खे // 915 // 19/19 शुक्ले प्रतिपदः तथैव वृद्धया यावत्पञ्चदश / पञ्चदशप्रतिपदि ततो हानि कृष्णप्रतिपक्षे // 19 // ચાંદ્રાયણ પ્રતિમાના યવમળ્યા અને વજમધ્યા એમ બે ભેદ છે, તેમાં પહેલાં યવમધ્યપ્રતિમાને જણાવતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ-ટીકાર્ય-શુક્લપક્ષમાં એકમના દિવસે એક ભિક્ષા કે એક કોળિયા જેટલો, બીજના દિવસે બે ભિક્ષા કે બે કોળિયા જેટલો, એમ ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે કોળિયાની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમના દિવસે પંદર ભિક્ષા કે પંદર કોળિયા જેટલો આહાર કરવો. વદપક્ષમાં એકમના દિવસે પંદર ભિક્ષા કે પંદર કોળિયા જેટલો, બીજના દિવસે ચૌદ ભિક્ષા કે ચૌદ કોળિયા જેટલો, એમ ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે એક એક કોળિયાની હાનિ કરતાં અમાસના દિવસે એક ભિક્ષા કે એક કોળિયા જેટલો આહાર લેવો એ યવમળ્યા પ્રતિમા છે. || 126 / 26/16 किण्हे पडिवइ पणरस, इगेगहाणी उजाव इक्को उ।